નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ લડાઇમાં ગત્ત એક મહિનામાં તૈયારીનો સુચકાંક (ઇન્ડેક્સ ઓફ રેડીનેસ)માં ઝડપથી વધારો થયો છે. આત્મસંતૃષ્ટિનો સુચકાંક નીચે જતો રહ્યો છે, જ્યારે મહામારીને પહોંચી વળવા માટે સરકારનાં પ્રયાસોમાં લોકોનો વિશ્વાસ ન માત્ર નક્કર થયો છે, પરંતુ અપ્રુવલ રેટિંગમાં તોતિંગ વધારો થયો છે. આઇએએનએસ/સી વોટરનાં સર્વેમાં ગુરૂવારે આ વાત સામે આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 માર્ચથી 20 એપ્રીલ વચ્ચે કરવામાં આવેલા એક સર્વેમાં ઇન્ડેક્સ ઓફ રેડીનેસમાં માધ્યમથી માહિતી મળી કે, આગળની યોજના બનાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેઓ રેશન, દવા અને તેમની ખરીદી માટે અલગથી રકમ રાખી રહ્યા છે. સર્વેમાં 20 એપ્રીલ સુધી 42.9 ટકા લોકોએ 3 અઠવાડીયાથઈ વધારે સમય સુદી રાશ અને દવાઓનો પુરતો સ્ટોક કર્યો છે, જ્યારે 2 અઠવાડીયાથી ઓછા સમયનું રાશન હોય તેવા લોકોની સંખ્યા હજી પણ 56.9 ટકા કરતા પણ વધારે છે. 

જો કે 4718 લોકોનાં નમુનાના આકારવાળા સર્વેક્ષણમાં એક અઠવાડીયાથી ઓછા સમય માટે તૈયાર કરનારા લોકની સંખ્યા માત્ર 12.1  છે. 1 માર્ચની ત્રણ અઠવાડીયાથી ઓછા સમયનું રાશન ધરાવતા લોકોની સંખ્યા માત્ર 12.1 ટકા છે. 16 માર્ચે ત્રણ સપ્તાહથી ઓછુ રાશન હોય તેવા લોકોની સંખ્યા 90 ટકા હતી અને લગભગ ત્રણ અઠવાડીયાથી વધારેનું રાશન કોઇની પાસે નહોતું. બીજી તરફ હવે વિશેષ રીતે એપ્રીલમાં લોકડાઉનનાં વિસ્તારની જાહેરાતના સમય લગભગ દરરોજ આ સંખ્યા સતત વધતી રહી. 

ઇન્ડેક્સ ઓફ પેનિકની વાત કરીએ તો 20 એપ્રીલ સુધી આ આંકડો જણાવે છે કે, 41.1 ટકા લોકોએ એવું લાગતું હતું કે, તેમના પરિવારમાં કોઇને પણ આ મહામારી થઇ શકે છે. જ્યારે 56.3 ટકા લોકોએ કહ્યું કે, તેમને તથા તેમના પરિવારને આ વાયરસથી કોઇ જ અસર નહી થાય. સર્વેની શરૂઆતમાં પહેલા કુલ 35.1 ટકા લોકોને લાગતું હતું કે, તેમને સંક્રમણ હોઇ શકે છે. 

ટ્રેક્ટરમાં સૌથી કંસિસ્ટન્ટ રીડિંગ ટ્રસ્ટ ઇન ધ ગવર્નમેન્ટ ઇન્ડેક્સ પર આવી છે. દેશમાં 93.5 ટકા લોકોનું માનવું છે કે, વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર કોરોના વાયરસ મહામારીના પ્રકોપને પ્રભાવી રીતે સંભાળી રહી છે અને તેમનું સંચાલન યથાયોગ્ય છે. 

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સંક્રમણને અટકાવવાનાં ધ્યાને રાખીને 25 માર્ચે લાગુ કરેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનાં સમયમાં 15 એપ્રીલ બાદ પણ સંભવિત પડકારોને જોતા 3 મે સુધીનો વધારો કર્યો હતો. મોદી સરકાર કોરોના સામે પ્રભાવી રીતે લડી રહી છે તે વાતમાં વિશ્વાસ કરનારા લોકો લોકડાઉન થયું તેનાં પહેલા દિવસે જ 76.3 ટકા લોકો વિશ્વાસ ધરાવતા હતા. જો કે લોકડાઉન જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ મોદી સરકાર પર લોકોનો વિશ્વાસ વધતો ગયો. અંતિમ આંકડો જાહેર થયો ત્યાં સુધીમાં 93.5 ટકા થઇ ચુક્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube