Lok Sabha MPs: લોકસભા ચૂંટણીના પરિણામ આવતા માનનીય સાંસદો વિશે વિગતો સામે આવવા લાગી છે. આ વચ્ચે ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR) એ જણાવ્યું કે લોકસભા ચૂંટણી-2024માં ચૂંટાયેલા 93 ટકા ઉમેદવાર કરોડપતિ છે. આ આંકડો 2019ના 88 ટકાના મુકાબલે પાંચ ટકા વધુ છે. ઉમેદવારોની ઉમેદવારીની સાથે દાખલ એફિડેવિટના વિશ્લેષણના આધાર પર આ જાણકારી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં એડીઆર પ્રમાણે આગામી લોકસભામાં સર્વોચ્ચ ત્રણ ધનીક સભ્યોમાં 5705 કરોડની સંપત્તિની સાથે તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્ર શેખર પેમ્માસાની, 4568 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ભારતીય જનતા પાર્ટીના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી અને 1241 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભાજપના નેતા નવીન જિંદલ સામેલ છે. પેમ્માસાની આંધ્ર પ્રદેશના ગુંટુરથી જીતીને આવ્યા છે, તો વિશ્વેશ્વર રેડ્ડી તેલંગણામાં ચેવલ્લાથી અને નવીન જિંદલ હરિયાણાના કુરૂક્ષેત્રથી ચૂંટાયા છે. 


543માંથી 504 કરોડપતિ
વિશ્લેષણ પ્રમાણે લોકસભા માટે ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 504 કરોડપતિ છે. ADR મુજબ, 2019 લોકસભામાં 475 (88 ટકા) સભ્યો અને 2014 લોકસભામાં 443 (82 ટકા) સભ્યો કરોડપતિ હતા. સંસદના નીચલા ગૃહમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થવાનો ટ્રેન્ડ 2009થી જોવા મળી રહ્યો છે, જ્યારે 315 (58 ટકા) સભ્યો કરોડપતિ હતા. વિશ્લેષણ મુજબ ભાજપના 240 વિજયી ઉમેદવારોમાંથી 227 (95 ટકા), કોંગ્રેસના 99માંથી 92 (93 ટકા), ડીએમકેના 22માંથી 21 (95 ટકા) ટીએમસીના 29માંથી 27 (93 ટકા) અને સમાજવાદી પાર્ટીના 37માંથી 34 (92 ટકા) એ એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. 


આ પણ વાંચોઃ બહેનજીએ ભાજપને 16 સીટો ભેટ ધરી, UPમાં ભાજપ માંડ 17 બેઠકો જીતી શકી હોત


કઈ-કઈ પાર્ટીઓના સાંસદ...
એડીઆરના આંકડા પ્રમાણે આમ આદમી પાર્ટીના ત્રણ, જનતા દળ યુનાઇટેડના બધા 12 અને ટીડીપીના બધા 16 વિજયી ઉમેદવાર કરોડપતિ છે. એડીઆરએ ઉમેદવારોની નાણાકીય પૃષ્ઠભૂમિના આધાર પર તેની જીતની સંભાવનાઓનું વિશ્લેષણ કર્યું છે. તે પ્રમાણે 2024ની લોકસભા ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારની જીતવાની સંભાવના 19.6 ટકા છે, જ્યારે એક કરોડથી ઓછી સંપત્તિવાળા ઉમેદવારો માટે આ સંભાવના માત્ર 0.7 ટકા છે. એડીઆરે વિજયી સભ્યો વચ્ચે સંપત્તિની વિગતનું વિશ્લેષણ કર્યું છે. 


આંકડા પ્રમામે 42 ટકા ઉમેદવારો પાસે 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ છે. 19 ટકા ઉમેદવારોની સંપત્તિ 5 કરોડથી 10 કરોડ વચ્ચે છે, જ્યારે 32 ટકા ઉમેદવારોની સંપત્તિ 1થી 5 કરોડ રૂપિયા વચ્ચે છે. આંકડો પ્રમાણે માત્ર 1 ટકા નવા સભ્યોની સંપત્તિ 20 લાખથી ઓછી છે. મુખ્ય પક્ષોમાં વિજેતા ઉમેદવારની સરેરાશ સંપત્તિમાં પણ નોંધપાત્ર તફાવત છે. ટીડીપીના ચૂંટાયેલા સભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 442.26 કરોડ છે જ્યારે ભાજપના સભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 50.04 કરોડ, ડીએમકે રૂ. 31.22 કરોડ, કોંગ્રેસની રૂ. 22.93 કરોડ, તૃણમૂલની રૂ. 17.98 કરોડ અને એસપીની રૂ. 15.24 કરોડ છે.


વિજેતાઓની સંપત્તિમાં મોટું અંતર
દળોની અંદર પણ વિજેતાઓની સંપત્તિમાં મોટું અંતર છે. ઉદાહરણ માટે પશ્ચિમ બંગાળની પુરૂલિયા સીટથી વિજેતા ભાજપના ઉમેદવાર જ્યોતિરમય સિંહ મહતોએ પોતાની સંપત્તિ માત્ર 5 લાખ રૂપિયા જાહેર કરી છે. આ રીતે અરામબાગથી ટીએમસીની ટિકિટ પર જીત મેળવેલ મિતાલી બાગે પોતાની સંપત્તિ સાત લાખ રૂપિયા જાહેર કરી છે. સપાની ટિકિટ પર ઉત્તરપ્રદેશની મછલીશહર સીટથી જીતેલી પ્રિયા સરોજે પોતાની સંપત્તિ 11 લાખ રૂપિયા જણાવી છે.