નવી દિલ્હી : ગંગા નદીનો પ્રવાહ તે સમયે બનેલા 900થી વધારે બંધો અને બેરેજના કારણે અટકી ચુક્યા છે અને તેનું સંરક્ષણ ખતરામાં છે. આ વાત પર્યાવરણવિદોએ કહી છે. પર્યાવરણવિદોએ કહ્યું કે, નદીના સંરક્ષણ માટે તેમનો પ્રવાહ સુધારવામાં આવવો જોઇએ અને શહેરોમાંથી તેમને છોડવામાં આવતા નક્ક અપશિષ્ટ પર પ્રતિબંધ લાગવો જોઇએ. પર્યાવરણવિદો અને જળ સંસાધન વિશેષણ રવિ ચોપડાએ કહ્યું કે, સરકાર ગંગા નદીની સફાઇ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, તેના સંરક્ષણ પર નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીનો પ્રવાહ સુધારવો તેનું સંરક્ષણ કરવા માટેની સર્વશ્રેષ્ઠ પદ્ધતી છે. ચોપડા અહીં કૈન ઇન્ડિયા રેજુનેવેટ ગંગા વિષય કાર્યક્રમ પર બોલી રહ્યા હતા. પર્યાવરણવિદોએ એક સંયુક્ત પ્રસ્તુતીમાં દાવો કર્યો કે ગંગા નદી પર 940 બંધ, બેરાજ બનાવવામાં આવ્યા છે તે તેના પ્રવાહને અટકાવી રહ્યા છે અને તેના સંરક્ષણમાં એક ગંભીરત ખતરો પેદા કરી રહ્યા છે. એક અન્ય પર્યાવરણવિદ મનોજ મિશ્રાએ કહ્યું કે, શહેરોથી નક્કર અપશિષ્ઠ અને ઔદ્યોગિક કચરો નદીમાં નાખવામાં આવવાનું ગંગાના પ્રદૂષણનું મુખ્ય કારણ છે. 

તેમણે કહ્યું કે, મલજલ ગંગામાં 80 ટકા પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને કુલ મલજલમાંથી 52 ટકા નદીમાં શોધીત છોડવામાં આવે છે. મિશ્રાએ કહ્યું કે, સૌથી વધારે અપશિષ્ઠ ઉત્તર પ્રદેશથી નદીમાં છોડવામાં આવે છે. જ્યાંથી પ્રતિદિન 761 ટન મલજલ છોડવામાં આવે છે. ત્યાર બાદ બીજા નંબર પર બિહાર અને ત્રીજા પર પશ્ચિમ બંગાળ આવે છે જ્યાંથી ક્રમશ 99.50 ટક પ્રતિદિવસ અને 97 ટન ટન પ્રતિદિવસ છોડવામાં આવે છે. તેમણે ગંગા નદીનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે નદીનો પ્રવાહ સુધારવાની જરૂરતને મહત્વ આપ્યું હતું.