નવી દિલ્હીઃ જો વ્યક્તિમાં જૂસ્સો હોય તો કંઈ પણ હાંસલ કરી શકાય છે. કેરળમાં રહેતાં 96 વર્ષના કાર્થિયાની અમ્મા (Karthiyane Amma)એ પણ કંઈક આવી જ કમાલ કરી છે. અમ્માએ કેરલના અલપ્પુઝામાં સાક્ષરતા મિશનની યોજના 'અક્ષરલક્ષમ' અંતર્ગત લેવાતી પરીક્ષામાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને 100માંથી 98 માર્ક મેળવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી મોટી ઉંમરે પરીક્ષા આપનારી અમ્મા તેમના જિલ્લાનાં પ્રથમ મહિલા બન્યાં છે. કેરળના સાક્ષરતા મિશન 'અક્ષરલક્ષમ' અંતર્ગત લેવાતી આ પરીક્ષામાં 42,933 ઉમેદવારો સફળ થયા છે. આ પરીક્ષા 100 માર્કની હતી, જેમાં લખવા, વાંચવા અને ગણીતના પ્રશ્નો પુછાયા હતા. આપ એ સારી રીતે જાણો છો કે કેરળ સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. 20 વર્ષ પહેલાં કેરળને પૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય જાહેર કરાયું હતું. 


પૂર્ણ સાક્ષર રાજ્યનો દરજ્જો મેળવી લાધા બાદ પણ સરકાર દ્વારા જુદા-જુદા પ્રકારના જન સાક્ષરતા અભિયાન ચાલુ રાખવામાં આવે છે. જેથી કરીને સાક્ષરતાના દરમાં જે કંઈ ખામી રહી ગઈ હોય તેને પુરી કરી શકાય. યુનેસ્કોના નિયમ મુજબ જો કોઈ પણ દેશ કે રાજ્યની 90 ટકા વસતી સાક્ષર છે તો તેને સંપૂર્ણ સાક્ષર માની લેવામાં આવે છે. 


કેરળ સરકારની 'અક્ષરલક્ષમ' યોજના
કેરળ રાજ્ય સરકારના રાજ્ય સાક્ષરતા અભિયાન દ્વારા ચાલુ વર્ષે 26 જાન્યુઆરીના રોજ 'અક્ષરલક્ષમ' કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત વૃદ્ધ, આદિવાસીઓ, માછીમારો, ઝુંપડીમાં રહેતાં લોકોમાંથી જે નિરક્ષર છે, તેમના પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કેરળ સરકારનું લક્ષ્ય છે કે તે દેશમાં 100 ટકા સાક્ષરતા ધરાવતું રાજ્ય બની જાય.