કાલિયાશહર : હિંદુ જાગરણ મંચે સોમવારે દાવો કર્યો કે ત્રિપુરામાં 23 આદિવાસી પરિવારોએ 98 ક્રિશ્ચિયનોને ફરીથી હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હિંદુ જાગરણ મંચની ત્રિપુરા એકમનાં અધ્યક્ષ ઉત્તમ ડેએ જણાવ્યું કે, આ લોકોએ 2010માં ક્રિશ્ચિયન ધર્મને અપનાવી લીધો હતો. તેમાં મોટા ભાગનાં લોકો બિહાર અને ઝારખંડના છે, જે ચાનાં બગીચાઓમાં કામ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેએ પત્રકારોને જણાવ્યું કે, આ પરિવારનાં ગુમ થયેલા સભ્યોની ઘર વાપસી જેવું છે. તેઓ તમામ હિંદુ હતા, પરંતુ પ્રલોભન દ્વારા તેમને ક્રિશ્ચિયન બનાવવામાં આવ્યા. ઉનાકોટી જિલ્લાનાં સોનામુખી ચા બગીચામાંએ કામ કરતા હતા. બગીચા બંધ થયા બાદ તેમને પ્રલોભનો આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે, મોટા ભાગનાં લોકો ઉરાંગ અને મુંડા સમુદાયનાં છે. 

રાજ્યની રાજધાનીમાં આશરે 180 કિલોમીટર દુર કલિયા શહેર જિલ્લામાં રવિવારે ધર્મ પરિવર્તન કાર્યક્રમ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ પણ જોડાયેલી હતી. વિહિપે ઉનાકોટી જિલ્લા સચિવ મદન મોહન ગોસ્વામીએ કહ્યું કે, તે લોકો ઘર વાપસી કરાવવામાં આવી છે. જે ખુબ જ આનંદદાયક બાબત છે. 

ધર્મ પરિવર્તન કરાવનારા એક વ્યક્તિ બિરસા મુંડાએ દાવો કર્યો કે, તેને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું, જો કે ત્યાર બાદ તેમની સાથે ખરાબ વર્તન થયું જેના કારણે તેમણે ધર્મ બદલવાનો વિચાર કર્યો. તેમણે પત્રકારોને કહ્યું કે, અમે ખુબ જ ગરીબ લોકો છીએ. ક્રિશ્ચિયનોએ અમારૂ ધર્મ પરિવર્તન કરાવ્યું. તેઓ અમારી સાથે ખરાબ વર્તન કરતા હતા. અમે પોતાની ઇચ્છાથી ફરી હિંદુ ધર્મ અપનાવ્યો છે.