Monkeypox Cases in Delhi: દિલ્હીમાં 31 વર્ષીય મહિલા મંકીપોક્સથી સંક્રમિત, દેશમાં કુલ 9 કેસ નોંધાયા
Monkeypox Cases in Delhi: કોરોના બાદ હવે દેશમાં મંકીપોક્સે ચિંતા વધારી છે. મંકીપોક્સના કેસમાં ધીમે-ધીમે સતત વધારો થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં વધુ એક કેસ સામે આવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત થઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 31 વર્ષની નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આ દેશમાં પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે મહિલાને તાવ છે અને તેના હાથમાં ઘાવ છે, અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે તેમાં સંક્રમણની પુષ્ટિ થઈ. તેમણે કહ્યું કે હાલમાં મહિલાની વિદેશ યાત્રાની કોઈ જાણકારી મળી નથી.
રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી ચાર લોકોમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. તો પાંચ કેસ કેરલમાં સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 9 લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. દિલ્હી અને કેરલમાં એક-એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી છે. તો કેરલમાં સંક્રમણને કારણે એકનું મોત થયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ
મંકીપોક્સના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે મહામારીથી બચવા માટે 'શું કરો અને શું ન કરો' સંબંધિત એક યાદી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કે વારંવાર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તે પણ સંક્રમિત હોઈ શકે છે.
આ પણ વાંચોઃ ઈડીના એક્શનથી કોંગ્રેસમાં રોષ, કહ્યું- વિનાશ કાળે વિપરીત બુદ્ધ, મોટા પ્રદર્શનની આપી ચેતવણી
મંત્રાલયે કહ્યું કે સંક્રમણથી બચવા માટે સંક્રમિત વ્યક્તિ કે અન્ય વ્યક્તિઓથી અંતર જાળવો. તેમાં કહેવામાં આવ્યું કે આ સિવાય હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક પહેરવુ અને ગ્લવ્સ પહેરવા જેવા કેટલાક એવા ઉપાય છે, જેનાથી આ બીમારીથી બચી શકાય છે.
મંત્રાલયે કહ્યું કે તે લોકોની સાથે રૂમાલ, બેડ, કપડા, ટુવાલ તથા અન્ય વસ્તુઓ શેર કરવાથી બચવુ જોઈએ, જે સંક્રમિત થયા છે. તેમાં રોગીઓ અને બિન-સંક્રમિત વ્યક્તિઓના કપડા એક સાથે ન ધોવા અને જાહેર કાર્યક્રમોમાં જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું- સંક્રમિતો અને શંકાસ્પદ રોગીઓ સાથે ભેગભાવ ન કરો. આ સિવાય કોઈ અફવા કે ખોટી જાણકારી પર વિશ્વાસ કરો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube