કર્ણાટક અને ગુજરાત બાદ હવે મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી આવેલો વ્યક્તિ થયો સંક્રમિત
દેશમાં ધીમે-ધીમે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના જામનગર બાદ આજે બીજો કેસ મુંબઈમાં નોંધાયો છે.
મુંબઈઃ Coronavirus Omicron Variant: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની પાસે કલ્યાણ ડોબિવલી વિસ્તારમાં આવેલ એક વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટરે આપી છે. મહત્વનું છે કે આ પહેલા શનિવારે ગુજરાતમાં પણ એક ઓમિક્રોન વેરિએન્ટનો કેસ સામે આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં બે કેસ નોંધાયા હતા. આમ અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનનો કુલ ચાર કેસ સામે આવી ચુક્યા છે.
ઓમિક્રોનથી સંક્રમિત થનારા વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે હાલમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી પહેલા બે કેસ કર્ણાટક અને પછી એક કેસ ગુજરાત અને હવે મહારાષ્ટ્રમાં કેસ સામે આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube