Blast in Nitish Kumar Event: નાલંદામાં નીતીશ કુમારની જનસભાથી માત્ર થોડે દૂર વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
મુખ્યમંત્રી નીતીશ કુમારથી માત્ર 15 ફુટ દૂર બોમ્બ ફૂટ્યો. જાણવા મળી રહ્યું છે કે પંડાલમાં ધમાકો થયો છે. પોલીસે એક આરોપીને દબોચી લીધો છે.
નાલંદાઃ બિહારના નાલંદા જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સિલાવની ગાંધી હાઈસ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન કોઈએ ફટાકડાનો બોમ્બ ફોડી દીધો. મુખ્યમંત્રી નીતીશ કુમારથી માત્ર 15 ફૂટ દૂર પર આ બોમ્બ ફોડવામાં આવ્યો છે. ધમાકા બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મહત્વનું છે કે છોડા દિવસ પહેલા પટનામાં એક યુવકે સ્ટેજ પર નીતીશ કુમારને લાફો માર્યો હતો.
આ મામલામાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા એક આરોપીને દબોચી લીધો છે. હાલ કોઈને ઈજા થવાની માહિતી મળી નથી. મંચની પાછળ ખેતરમાં બોમ્બ ફોડવાની પ્રાથમિક માહિતી છે.
મંગળવારે મુખ્યમંત્રી મંત્રી નીતીશ કુમાર સૌથી પહેલા પાવાપુરી ગયા હતા. ત્યાંથી સિવાલ થતા તેમણે રાજગીર જવાનું હતું. આ ક્રમમાં સિલાવ ગાનધી હાઈસ્કૂલમાં આ ઘટના થઈ છે. તે પંડાલમાં બેસી આશરે 250 લોકોને મળી આવેદન લઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ Corona Cases: કોરોનાના વધી રહેલા કેસે કેન્દ્રની ચિંતા વધારી, દિલ્હી-મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને લખ્યો પત્ર
અચાનક પંડાલમાં બનાવવામાં આવેલા મંચની પાછળ ધમાકો થયો હતો. તેવામાં અંદર રહેલા મુખ્યમંત્રી સહિત અન્ય લોકોને માત્ર અવાજ સંભળાયો હતો. પરંતુ ધમાકો મોટો હોવાને કારણે ભોગદોડ શરૂ થઈ ગઈ હતી.
અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર આ ફટાકડાનો ધમાકો હતો. જાન-માલને ક્ષતિ થઈ નથી. આરોપી ઇસ્લામપુર પ્રખંડના સત્યારગંજ ગામનો રહેવાસી છે. પોલીસે તેને ફટાકડા ફેંકતો જોયો હતો. આ આધાર પર તેને દબોચી લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube