મુંબઈ: ઉત્તર પ્રદેશ સરકારનું એક ચાર્ટર્ડ પ્લેન મુંબઈમાં ક્રેશ થઈ ગયું હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું છે તે રહેણાંક વિસ્તાર છે. આ અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા હોવાના અહેવાલ છે. ઘાટકોપરના જીવદયા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયા બાદ ભડકે બળ્યું હતું. દુર્ઘટના સર્વોદય હોસ્પિટલ પાસે ઘટી છે.  આ ચાર્ટર્ડ પ્લેનને ઉત્તર પ્રદેશ સરકારે ખરીદ્યુ હતું પરંતુ વર્ષ 2014માં પ્લેનને મુંબઈના UY એવિએશનને વેચી દીધુ હતું. પ્લેન દિપક કોઠારી નામના બિઝનેસ મેનનું હોવાનું કહેવાય છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યાં મુજબ પ્લેનમાં 2 પાઈલટ, બે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ સવાર હતાં. પ્લેન ક્રેશ થતા કેપ્ટન પ્રદીપ રાજપૂત સહિત ચારેય લોકોના મોત થયાં. આ સાથે જ એક રસ્તે જતો રાહગીર પણ તેની ચપેટમાં આવી ગયો અને જીવ ગુમાવ્યો.આમ કુલ પાંચ લોકોના મોત થયાં.



કહેવાય છે કે આ વિમાન ટેસ્ટ ફ્લાય માટે જુહૂથી ઉપડ્યું હતું. પ્લેન જેવું ક્રેશ થયું કે અચાનક તેમાં આગ લાગી ગઈ. વિમાન સીધુ વિસ્તારના જાગૃતિ બિલ્ડિંગ પાસે એક નિર્માણધીન બિલ્ડિંગ પર પડ્યું. હજુ એ વાતની જાણ થઈ નથી કે આ વિમાનમાં કોણ સવાર હતું અને કઈ હાલતમાં છે.