શિવપુરીઃ આપણે વાર્તાઓમાં સાંભળ્યું-વાંચ્યું છે કે નાગના મૃત્યુનો બદલો લેવા માટે નાગણ આવે છે, પરંતુ ક્યારેય કાગડો બદલો લેતો હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. કાગડો અત્યં ચાલાક પ્રાણી છે એ વાત સાચી છે, પરંતુ મધ્યપ્રદેશના શિવપુરમાં એક કાગડો એક વ્યક્તિની પાછળ પડી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવપુરી જિલ્લાના બદરવાસ જનપદના સુમેલા ગામમાં રહેતો શિવા કેવટ આજકાલ ખુબ જ હેરાન-પરેશાન છે. કેમ કે, એક કાગડો એક બે દિવસ કે અઠવાડિયું નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પોતાનો બદલો લઈ રહ્યો છે. શિવાનું કહેવું છે કે, તે જ્યારે પણ ઘરની બહાર નિકળે છે તો કાગડા તેને હેરાન-પરેશાન કરી મુકે છે. 


કાગડા પોતાનો ગુસ્સો ઉતારવા માટે તેના માથામાં ચાંચ મારે છે. શિવાએ જણાવ્યું કે, એક વખત તો કાગડાઓએ એવો હુમલો કર્યો કે તેના માથામાં ચાંચ મારી-મારીને તેને ઘાયલ કરી નાખ્યો હતો. 


સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ, સરકારે બનાવી વિશેષ યોજના


શિવાએ જણાવ્યું કે, અગાઉ તે ઘરેથી આરામથી નિકળતો હતો, પરંતુ હવે તેણે ખુદની સુરક્ષા માટે લાકડી-ડંડા સાથે નિકળવું પડે છે. કાગડા એવા પાછળ પડેલા છે કે હવે તે દિવસે બહાર જ નિકળતો નથી, માત્ર રાત્રે જ ઘરની બહાર નિકળે છે.


આ ઘટનાનું કારણ જણાવતા શિવાએ કહ્યું કે, લગભગ 3 વર્ષ પહેલાની વાત છે. તે પોતાના ગામથી બદરવાસ આવી રહ્યો હતો. આ સમયે તેણે એક કાગડાનું બચ્ચું જાળમાં ફસાયેલું જોયું. તેણે બચ્ચાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી શક્યો નહીં અને કાગડાનું બચ્ચું મરી ગયું. બસ એ દિવસથી જ આખી કાગડા જમાત તેની દુશ્મન બની ગઈ છે અને જ્યાં તેને જુએ છે તેના પર તુટી પડે છે. 


પહેલા તો કાગડા તેના પર હુમલો શા માટે કરી રહ્યા છે એ તેને સમજાયું નહીં. શરૂઆતમાં તેને લાગ્યું કે, હશે કોઈ કારણસર તેને પરેશાન કરતા હશે. પરંતુ આ ઘટનાક્રમ ચાલુ રહેતાં તેણે ખુબ વિચાર્યું તો યાદ આવ્યું કે, એક દિવસ કાગડાનું બચ્ચું બચાવતાં તે મરી ગયું હતું અને હવે કાગડા એ વાતનો તેની સાથે બદલો લઈ રહ્યા છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....