New Pandemic: કોવિડ-19 જેવી જીવલેણ બીમારી ઘાત લગાવીને બેઠી છે! જલદી જોવા મળશે `મોતનું તાંડવ`
COVID-Like Pandemic: હાલમાં જ રિસર્ચર્સે એક ખતરનાક ભવિષ્યવાણી કરી છે. એક રિપોર્ટનું માનીએ તો આવનારા 10 વર્ષમાં એક વધુ ખતરનાક મહામારી ઘાત લગાવીને આપણી રાહ જોઈ રહી છે જે કોવિડ 19 જેવો કહેર વર્તાવી શકે છે.
COVID cases in India: કોવિડ 19નું વિકરાળ સ્વરૂપ આપણે બધાએ જોયું છે. એકવાર ફરીથી આ મહામારીએ લોકોને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધુ છે. જો કે આ વાયરસ પહેલા જેવો સક્રિય નથી પરંતુ આમ છતાં તેના કેસ વધી રહ્યા છે. એક બાજુ કોરોના વાયરસનું જોખમ ઓછું થયું હતું કે ત્યાં રિસર્ચર્સના એક વધુ ચોંકાવનારા ખુલાસાએ ચિંતા વધારી છે. એક રિપોર્ટનું માનીએ તો આવનારા દાયકામાં કોરોના જેવી ગંભીર અન્ય મહામારીનો સામનો કરવો પડી શકે છે અને તેના સાચા પડવાની સંભાવના 27 ટકાથી વધુ છે. આવું એટલા માટે કારણ કે સમય સાથે વધુ વાયરસ ઉભરી રહ્યા છે.
કોવિડના કેસોમાં વધારો
જ્યાં એકબાજુ દુનિયાના મોટાભાગના દેશ કોવિડના વધતા કેસો સામે લડી રહ્યા છે ત્યાં આ રિપોર્ટમાં કહેવાયું છે કે આગામી દાયકામાં એક જીવલેણ બીમારી ઘાત લગાવીને બેઠી છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ગુરુવારે 11000 થી વધુ નવા કેસ નોંધાયા. આવામાં આ રિપોર્ટ લોકોમાં ભય પેદા કરે તેવો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટનું માનીએ તો અન્ય જીવલેણ મહામારીની વાત પ્રેડિક્ટિવ હેલ્થ એનાલિટિક્સ ફર્મ એરફિનિટી એલટીડી (Predictive health analytics firm Airfinity Ltd) ના હવાલે આવી છે.
ગુજરાતીનો બંગાળમાં લલકાર, લોકસભાની 35 સીટો આપી દો પછી જુઓ કેવી નીકળે છે રામનવમી
Suhagraat: સુહાગરાતે જ સીન થઇ ગયો, પત્ની બોયફ્રેન્ડના બાબાની બની ગઇ હતી કુંવારી માતા
ગજબ... અહીં ગોરા બાળકનો જન્મ ગણાય છે પાપ, જન્મતાની સાથે જ કરી દેવાય છે હત્યા
15000થી વધુ લોકોના મોત થઈ શકે
નોંધનીય છે કે દુનિયાએ પહેલા જ SARS, MERS અને COVID-19 જોયા છે. આ ઉપરાંત 2009ના સ્વાઈન ફ્લૂની યાદ પણ હજુ તાજી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મહામારીને જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય યાત્રામાં વૃદ્ધિ, વધતી જનસંખ્યા અને જેનેટિક રોગોથી ઉત્પન્ન જોખમથી મદદ મળશે. Airfinity ના રિપોર્ટમાં કહેવાયું છે કે જો રોગજનકની ખોજના 100 દિવસ બાદ પ્રભાવી રસી લગાવવામાં આવે તો ઘાતક મહામારીની સંભાવના 8.1 ટકા સુધી ઘટી જાય છે. સૌથી ખરાબ સ્થિતિમાં ફર્મે કહ્યું કે એક બર્ડ ફ્લૂ વાયરસ મ્યૂટેશન બાદ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. અને બ્રિટનમાં એક દિવસમાં 15000થી વધુ લોકોને મોતના મુખમાં ધકેલી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube