હ્યુસ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ અવસરે કાશ્મીરી પંડિતોની સાથે પીએમ મોદીએ પણ સંસ્કૃતનો એક શ્લોક નમસ્તે શારદે દેવી પઢ્યો. આ દરમિયાન કાશ્મીરી પંડિતો ખુબ ભાવુક થયેલા પણ જોવા મળ્યાં. તેમણે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માટે ઉઠાવવામાં આવેલા પગલાને બિરદાવતા પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

US: શીખ સમુદાયે PM મોદી સાથે કરી મુલાકાત, IGI એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ એરપોર્ટ કરવાની માગણી


કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત દરમિયાન ડેલિગેશનના એક સભ્યે પીએમ મોદીનો હાથ ચૂમી લેતા કહ્યું કે 7 લાખ કાશ્મીરી પંડિતો તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેમણે પણ જે કષ્ટ ઝેલ્યું તે તે ઓછું નથી. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...