VIDEO ઝારખંડમાં બુરાડીકાંડ જેવી ઘટનાથી હાહાકાર મચ્યો, એક જ પરિવારના 6 લોકોએ મોત વ્હાલુ કર્યું
ઝારખંડના હજારીબાગમાં એક જ પરિવારના 6 લોકોએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચ્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ ખજાન્ચી તળાવ વિસ્તારમાં એક પરિવારના લોકોએ ગળે ફાંસો ખાઈને જીવ આપી દીધા. આ મામલો સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસનું કહેવું છે કે પાંચ લોકોએ ગળે ફાંસો ખાધો જ્યારે એક જણ છત પરથી કૂદી ગયો હતો.
હજારીબાગ: ઝારખંડના હજારીબાગમાં એક જ પરિવારના 6 લોકોએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચ્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ ખજાન્ચી તળાવ વિસ્તારમાં એક પરિવારના લોકોએ ગળે ફાંસો ખાઈને જીવ આપી દીધા. આ મામલો સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસનું કહેવું છે કે પાંચ લોકોએ ગળે ફાંસો ખાધો જ્યારે એક જણ છત પરથી કૂદી ગયો હતો.
આ ઘટનામાં એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. આસપાસના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં એક મારવાડી પરિવાર હતો. તેમની ડ્રાયફ્રુટ્સની દુકાન છે. સમગ્ર પરિવાર કારોબારમાં ભારે નુકસાન વેઠી રહ્યો હતો. જેના કારણે આખા પરિવારમાં કલેહનું વાતાવરણ હતું.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જ મુશ્કેલીઓના કારણે પરિવારે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધુ. જો કે પોલીસ સ્યૂસાઈડ અને મર્ડર બંને એંગલથી કેસની તપાસ કરી રહી છે.
મૃતકોની ઓળખ
મૃતકોમાં મહાવીર મહેશ્વરી (70 વર્ષ), તેમના પત્ની કિરણ મહેશ્વરી (65 વર્ષ), પુત્ર નરેશ અગ્રવાલ (40 વર્ષ), તેમની પત્ની પ્રીતિ અગ્રવાલ (38 વર્ષ), પુત્રના સંતાનો પુત્ર અમન અગ્રવાલ (8), અંજલિ (6) સામેલ છે.
અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ આ કેસની તપાસમાં તંત્ર-મંત્રનો એંગલ પણ જોઈ રહી હતી. જ્યારે હજારીબાગની આ ઘટનામાં મળેલી સ્યૂસાઈડ નોટમાં આર્થિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.