હૈદરાબાદઃ હૈદરાબાદથી એક ખતરનાક મામલો સામે આવ્યો છે. અહીં કુતરાના ટોળાએ ચાર વર્ષના બાળક પર હુમલો કરી દીધો. કુતરાએ બાળકને બચકા ભર્યા, તેને ઢસેડ્યો. બાળકનો રડવાનો અવાજ સાંભળીને તેના પિતા દોડીને પહોંચ્યા અને બાળકને છોડાવ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યારે મોડું થઈ ગયું હતું. કુતરાના આતંકને કારણે આ ચાર વર્ષના બાળકનું મોત થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિઝામાબાદમાં રહેતો ગંગાધર હૈદરાબાદમાં રહીને સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. અહીં તેનો પરિવાર પણ રહે છે. ગંગાધર જે બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડ છે, ત્યાં કુતરાઓએ તેના બાળક પર હુમલો કર્યો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળક ક્યાંક જઈ રહ્યું છે, ત્યારે તેની પાછળ ત્રણ કુતરા આવીને હુમલો કરે છે. 


એક હાથીના ડરથી રાંચીમાં કલમ 144 લાગી, 12 દિવસમાં 16 લોકોને કચડી માર્યા


આ ઘટના જોનારા એક વ્યક્તિએ કહ્યું કે પાસેની કોલેજમાં સિક્યોરિટી તૈનાત હતો. રવિવારે ડ્યૂટી દરમિયાન એક વોચમેનને મદદ માટે રાડો પાડી રહ્યો હતો. ત્યારબાદ તે ત્યાં પહોંચ્યો તો વોચમેનના હાથમાં તેનું લોહીથી લપથપ બાળક હતું. ત્યારબાદ તે વ્યક્તિએ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. 


દેશભરમાં કુતરાનો આતંક
બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર, ગુજરાત સુધી કુતરાના આતંકના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં સુરતમાં આવારા કુતરાઓએ આતંક મચાવ્યો હતો. સુરત પાલિકાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં કુતરા કરડવાના 477 કેસ સામે આવ્યા છે. કુતરાનો ભોગ બનતા લોકોમાં બાળકોથી લઈને વૃદ્ધ પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube