નવી દિલ્હી: દિલ્હી મેટ્રોના સ્ટેશન હવે સ્યુસાઈડ પોઈન્ટમાં ફેરવાઈ રહેલા જોવા મળી રહ્યાં છે. તાજો મામલો દિલ્હીના મોડલ ટાઉન મેટ્રો સ્ટેશનનો છે જ્યાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. આઝાદપુર મેટ્રો સ્ટેશન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખબર પડી કે 26 વર્ષની યુવતી મેટ્રો ટ્રેન આવી રહી હતી ત્યારે જ એકદમ તેની સામે કૂદી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. મૃતક યુવતીની ઓળખ મીનાક્ષી ગર્ગ તરીકે થઈ છે. મીનાક્ષી દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રહેતી હતી અને વ્યવસાયે એકાઉન્ટન્ટ હતી. પરિવારે જણાવ્યું કે મીનાક્ષીની સારવાર ચાલુ હતી. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...