નવી દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર નારાયણ સિંહે કહ્યુ કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વેટિકન સિટી અને મક્કાની જેમ વિકસિત કરવામાં આવશે. રવિવારે નાગપુરમાં તેમણે કહ્યુ કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હિન્દુત્વનું પ્રતિક બનીને ઉભરશે. વિહિપ અધ્યક્ષ ધનતોલીમાં વિશ્વ હિન્દુ જનકલ્યાણ પરિષદના વિદર્ભ ક્ષેત્રીય કાર્યાલયના નિર્માણનું ભૂમિપૂજન કરવા આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર નારાયણ સિંહે રવિવારે નાગપુરમાં હતા. પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે કાર્યક્રમમાં હાજર સંતો તથા વિહિપ પદાધિકારીઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો વિકાસ વેટિકન સિટી (રોમન કેથોલિક ચર્ચનું મુખ્યાલય) અને મકકા (ઇસ્લામનું પવિત્ર શહેર) ની જેમ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ ક્રેશ પહેલાં હેલીકોપ્ટરનો વીડિયો બનાવનાર વ્યક્તિના મોબાઇલની થશે ફોરેન્સિક તપાસ


રવીન્દ્ર નારાયણ સિંહે વીએચપીના પદાધિકારીઓ અને સંતોની સભાને સંબોધિત કરતા કહ્યુ કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હિન્દુત્વનું પ્રતીક બનીને ઉભરશે. આ સાથે તેમણે મીડિયા સાથે વાતચીતમાં ભારતમાં ધર્માંતરણના ઉદ્દેશ્યથી વિદેશી નિધિ પર શિકંજો કસવા માટે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. આ સિવાય તેમણે મુસ્લિમ સમુદાયને રાષ્ટ્રની સેવામાં હિન્દુઓની સાથે સામેલ થવાની અપીલ કરી હતી. 


તેમણે કહ્યું કે, હિન્દુઓનો વિચાર છે તે તેમની સાથે કંઈ થશે નહીં. આપણે આ માનસિકતાને કારણે પડકારનો સામનો કરી રહ્યાં છીએ. તેમમએ ઈસાઈ ધર્મ પ્રચારક સંસ્થાઓ પર ધર્મ પરિવર્તન માટે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ અને સ્કૂલ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. રવીન્દ્ર નારાયણ સિંહે તે પણ જણાવ્યુ કે, જનકલ્યાણ પરિષદનું આગામી કાર્યાલય પૂર્વી મહારાષ્ટ્રમાં વિદર્ભ ક્ષેત્રમાં હિન્દુઓ માટે વિભિન્ન કલ્યાણકારી કાર્યક્રમો શરૂ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube