Jignesh Mevani Bail: મહિલા અધિકારી સાથે મારપીટના આરોપમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મળ્યા જામીન
બારપેટા જિલ્લાની એક કોર્ટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જામીન આપી દીધા છે. જિગ્નેશની 19 એપ્રિલે ગુજરાતના પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
ગુવાહાટીઃ અસમના બારપેટા જિલ્લાની એક કોર્ટે શુક્રવારે ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહિલા પોલીસકર્મી સાથે કથિત મારપીટના મામલામાં જામીન આપી દીધા છે. ધારાસભ્ય વિરુદ્ધ નવા કેસમાં મહિલા પોલીસ અધિકારી સાથે કથિત મારપીટનો આરોપ લાગ્યો હતો. જિગ્નેશ મેવાણીના વકીલ અંગસુમન બોરાએ જણાવ્યુ કે કેટલીક ઔપચારિકતાને કારણે તેને 30 એપ્રિલે છોડવામાં આવી શકે છે.
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પહેલાં પાછલા ગુરૂવારે ગુજરાતના પાલનપુરથી અસમ પોલીસની એક ટીમે ધરપકડ કરી હતી, જ્યારે અસમના કોકરાઝારના એક સ્થાનીક ભાજપ નેતાએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મેવાણી પર સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે.
એક તરફ ભીષણ ગરમી, બીજી તરફ કોલસાની કમી, આ રાજ્યોમાં વધી રહી છે પાવર કટની સમસ્યા
ટ્વીટ મામલામાં જિગ્નેશ પર આપરાધિક ષડયંત્ર, પૂજા સ્થળ સંબંધિત અપરાધ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube