નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં બુધવારે એક વિચિત્ર ઘટનામાં એક યુવક અચાનક સિંહના પિંજરામાં કુદી પડ્યો હતો અને પછી સીધો સિંહની સામે જઈને બેસી ગયો. રેહાન નામનો આ યુવક લગભગ 12.30 કલાકે સિંહના પિંજરામાં કુદ્યો હતો. જોકે, પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને આ વાતની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને યુવકને સહી-સલામત બહાર કાઢ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં બપોરના સમયે એક માનસિક રીતે અસ્થિત રેહાન નામનો યુવક સિંહના પિંજરામાં કુદી પડ્યો હતો. રેહાન જે સિંહના પિંજરામાં કુદ્યો તેનું નામ સુંદરમ છે અને 10 વર્ષનો છે. પ્રાણી સંગ્રહાલયના 17 નંબરના પિંજરામાં સુંદરમ રહે છે, જેને ગુજરાતથી લાવવામાં આવ્યો છે. સુંદરમને ગીરના જંગલમાંથી ગુજરાતના પ્રાણી સંગ્રહાલયમાં અને ત્યાંથી પછી દિલ્હી લઈ જવાયો હતો. 


પીએમના 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' અભિયાન સફળ બનાવવા યુવકે છોડી દીધી યુરોપની નોકરી


રેહાન જેવો અંદર કુદ્યો કે ત્યાં હાજર ગાર્ડે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને આ વાતની જાણ કરી હતી. આ ટીમ તરત જ ત્યાં પહોંચી હતી. તેમણે સુંદરમનું ધ્યાન બીજે દોર્યું અને પછી તેને બેભાન કરી દીધો હતો. ત્યાર પછી રેહાનને સહી સલામત રીતે બહાર કાડ્યો હતો. રેહાનને જ્યારે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તેણે ના પાડી દીધી હતી. ત્યાર પછી 10 લોકોની મદદથી રેહાનને બહાર કાઢવામાં આવ્યો હતો. 


2 ડઝનથી વધારે લગ્ન કરી ચુકી છે આ લુટેરી દુલ્હન, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા


2014ની ઘટના યાદ આવી 
ઉલ્લેખનીય છે કે, 23 સપ્ટેમ્બર, 2014ના રોજ દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં એક વ્યક્તિ વાઘના પિંજરામાં કુદી પડ્યો હતો. હાજર દર્શકોના જણાવ્યા યુવક વાઘને નજીકથી જોવા માટે પિંજરા પાસે ગયો હતો અને અચાનક અંદર પડી ગયો હો. પિંજરામાં પડ્યા પછી તે 15 મિનિટ સુધી અંદર બેસીને રડતો રહ્યો હતો. વાઘ પણ તેને એકીટસે ઘુરતો રહ્યો. એ દરમિયાન બહાર ભીડમાંથી કોઈએ વાઘને પથરો માર્યો હતો, જેના કારણે વાઘ ગુસ્સે થઈ ગયો અને તેણે યુવકને ગળામાંથી પકડી લીધો હતો. થોડી વારમાં જ વાઘે યુવકને ફાડી ખાધો હતો. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....