ગુરૂગ્રામઃ દિલ્હી મેટ્રોમાં ફરી એક વખત મહિલા સામે પુરુષ દ્વારા હસ્તમૈથુન કરવાની ઘટના બહાર આવી છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ગુરૂગ્રામના હુડા સિટિ સેન્ટર મેટ્રો સ્ટેશન પર એક પુરુષ તેની નજીક આવી જઈને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. 29 વર્ષની આ મહિલા એ સમયે અત્યંત અસહજ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ ટ્વીટર પર લખ્યું છે કે, 14 જૂનના રોજ તે ગુરૂગ્રામ ખાતેના હુડા સિટિ સેન્ટર મેટ્રો સ્ટેશન પર ઊભી હતી ત્યારે એક યુવક તેની નજીક આવી ગયો અને પોતાનું ગુપ્તાંગ પ્રદર્શિત કરીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. મહિલાએ કહ્યું કે, આ જોઈને મેં બૂમો પાડી, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવ્યું નહીં. એ સમયે સ્ટેશન પર કોઈ પોલીસ કર્મચારી પણ હાજર ન હતો. 


Viral VIDEO : ચેન્નાઈમાં બસની છત પરથી એકસાથે 20થી વધુ વિદ્યાર્થી નીચે પડ્યા!


ઈન્ટિરિયર ડિઝાઈનિંગના વ્યવસાય સાથે સંકળાયેલી 29 વર્ષની આ મહિલાએ ફેસબુક પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "નિર્લજ્જ યુવક તેની અત્યંત નજીક આવીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. મેં જ્યારે મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું તો એ વ્યક્તિ મને બૂમો ન પાડવા માટે ધમકાવા લાગ્યો હતો. તેમ છતાં મેં મદદ માટે જોર-જોરથી બૂમો પાડવાનું ચાલુ રાખ્યું હતું. આથી, તે મને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો."


મહિલાનો આરોપ છે કે, આ અંગે તેણે જ્યારે ગુરુગ્રામ મેટ્રોના ફેસબુક પેજ પર ફરિયાદ કરી તો તેને ત્યાંથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. ત્યાર પછી મહિલાએ આ ઘટનાની ફરિયાદ દિલ્હી મેટ્રોના કર્મચારીઓને (DMRC) કરી હતી. ત્યાર પછી DMRC દ્વારા સીસીટીવીના આધારે આરોપી પુરુષની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 


તાજેતરના આંકડાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, વિશ્વમાં ઘટી રહી છે હિન્દુઓની વસતી


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ દિલ્હી શહેર પરિવહન નિગમની બસમાં અને દિલ્હી મેટ્રોમાં પણ આ પ્રકારે મહિલાઓ સામે પુરુષ દ્વારા હસ્તમૈથુન કરવાની ઘટના બહાર આવી ચુકી છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....