ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહમાં એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને સ્તબ્ધ થઈ જવાય. હકીકતમાં ગિરિડીહની ઈન્દિરા કોલોનીમાં એક પરિવાર 6 મહિનાથી મૃતદેહ સાથે રહેતો હતો. મૃતકના પુત્રનો દાવો હતો  કે તે તેના પિતાને જીવિત કરી નાખશે. આથી મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરાયા નહતાં. મળતી માહિતી મુજબ મૃતક વિશ્વનાથ અને તેમની પુત્રી ટ્યૂશન કરતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના ઘરે અનેક બાળકો ભણવા આવતા હતાં. બાળકો જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવાની વાત કરવા લાગ્યા તો મમતા અને બાકીના ઘરના સભ્યો સુગંધિત અગરબત્તી પ્રગટાવીને અથવા તો રૂમ ફ્રેશનર છાંટીને દુર્ગંધને દૂર કરતા હતાં. કહેવાયું કે જાન્યુઆરી મહિનામાં વિશ્વનાથની તબિયત ખરાબ થવાની જાણ થઈ હતી અને ત્યારબાદ કોઈએ વિશ્વનાથને જોયો નહતો. જ્યારે પણ આસપાસના લોકો વિશ્વનાથ અંગે પૂછતા તો ઘરવાળા કહેતા કે તેમની સારવાર ચેન્નાઈની હોસ્પિટલમાં થઈ રહી છે. 


પાડોશીઓએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી વિશ્વનાથના ઘરમાંથી સતત દુર્ગંધ આવતી હતી. વિશ્વનાથના 35 વર્ષના પુત્ર પ્રશાંત સિંહાની પોલીસે આ મામલે ધરપકડ કરી લીધી છે. પ્રશાંતને લઈને લોકોમાં ખુબ  ગુસ્સો હતો. લોકોનો આરોપ છે કે પ્રશાંત નરપિશાચ છે. કેટલાક લોકો પ્રશાંતને માનસિક દર્દી પણ ગણાવતા હતાં. 


આ બાજુ મૃતકની પત્ની અનુકુમારીનું કહેવું છે કે પતિના મોત બાદ તેનો પુત્ર વારંવાર કહેતો હતો કે તે પિતાને જીવિત કરી દેશે. જ્યારે તે આ અંગે પાડોશીઓને જણાવવાનું કહેતી તો પુત્ર તેની માતાની મારપીટ કરવા લાગતો હતો. અનુનું કહેવું છે કે મૃત્યુના અનેક મહિના સુધી પ્રશાંત મૃતદેહ ઘરે લાવ્યો નહતો. 


અનુએ એમ પણ કહ્યું કે બે દિવસ પહેલા જ મૃતદેહ લાવવામાં આવ્યો પરંતુ કોઈ અનુની વાત વાત પર વિશ્વાસ કરતું નથી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.