Uddhav Thackeray Munna Bhai Remark: મહારાષ્ટ્રમાં બધું સમુસૂતરું ચાલી રહ્યું નથી, જેણો અંદાજ તમે આ નિવેદન પરથી લગાવી શકો છો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ સરકારને ઘેરી રહ્યા છે. રાજ ઠાકરેએ લાઉડસ્પીકર વિવાદ પર ઉદ્ધવ સરકારની ઘણું મુશ્કેલી વધારી છે. હવે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સંબંધોમાં ભાઈ છે એવા રાજ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે, ઉદ્ધવે કહ્યું, 'એક મુન્નાભાઈ શાલ પહેરીને પોતાને બાલ ઠાકરે માને છે'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરે મુંબઈના BKC મેદાનમાં જનસભાને સંબોધિત કરતા રાજ ઠાકરે પર નિશાન સાંધ્યું. તેમણે જણાવ્યું લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં અભિનેતા સંજય દત્તની ભૂમિકાની વાત કરતા જણાવ્યું કે ફિલ્મમાં અભિનેતા મહાત્મા ગાંધીજીની છબી ચારેબાજુ દેખાવા લાગે છે. મુન્નાભાઈ વિચારવા લાગે છે કે તે મહાત્મા ગાંધી સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના અંતમાં ખબર પડે છે કે આ કેમિકલ લોચા (ગડબડ)નો મામલો છે. આપણા ત્યાં પણ ઘણા મુન્નાભાઈ છે, જે ફરી રહ્યા છે.


રાજ ઠાકરે નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું, અમારી પાસે પણ આવો જ એક કેસ છે. અહીં મુન્નાભાઈ ખુદને બાલાસાહેબ ઠાકરે (શિવસેના સંસ્થાપક) સમજે છે, અને શોલ પહેરે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રાજ ઠાકરે હનુમાન જયંતી પર હનુમાનજીની મહાઆરતી કરતા ભગવા શોલ ઓઢી હતી. હકીકતમાં, બાળ ઠાકરેને ઘણીવાર હિન્દુ હૃદય સમ્રાટ પણ કહેવામાં આવે છે. જાહેરસભા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2017 થી 2022 સુધીમાં બે કરોડ લોકોએ નોકરી ગુમાવી. તમામ રાજકીય પક્ષોએ આ હકીકતને ધ્યાનમાં લેવી જોઈએ.


તમને જણાવી દઈએ કે MNS કાર્યકર્તાઓ રાજ ઠાકરેને મહારાષ્ટ્રમાં હિન્દુઓના નેતા તરીકે પ્રમોટ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ ઠાકરે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ પર અડગ છે. તેમણે તેમના પક્ષના કાર્યકરોને જો લાઉડસ્પીકર બંધ ન કરવામાં આવે તો મોટેથી હનુમાન ચાલીસાનો પાઠ કરવા જણાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube