તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. મૈસૂર દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે ટકરાતા ટ્રેનના 6 જેટલા ડબ્બા પાટા પરથી  ઉતરી ગયા છે. ઘટનાસ્થળે ભીષણ આગ પણ લાગી  ગઈ છે. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનની કોઈ મળી નથી. ઘાયલોને તત્કાળ હોસ્પિટલ ઘસેડવામાં આવી રહ્યા છે. આ ઘટના રાતે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસઘટી. ઘટનાસ્થળે રેલવે અને સ્થાનિક પ્રશાસનની રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
મળતી માહિતી મુજબ ઘટના તિરુવલ્લૂરમાં એવા સમયે ઘટી જ્યારે મૈસૂર દરભંગા એએક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. આ ટ્રેનને બાગમતી એક્સપ્રેસ પણ કહે છે. તેના આઠ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા. ભીષણ આગ પણ લાગી ગઈ. ટ્રેન માલગાડી સાથે અથડાઈ ત્યારે આ માલગાડી કવારપ્પેટ્ટઈ રેલવે સ્ટેશન પર ઊભી હતી. તેનો અર્થ એ થયો કે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. રાતે 8.30 વાગ્યાની આસપાસ તમિલનાડુના તિરુવલ્લુરમાં ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ અને ત્યારબાદ બે ડબ્બામાં આગ લાગ્યાના સમાચાર મળ્યા. ત્યારબાદ અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયાના પણ સમાચાર આવ્યા. 



તિરુવલ્લૂર પોલીસના જણાવ્યાં મુજબ મૈસૂરથી દરભંગા તરફ જઈ રહેલી પેસેન્જર ટ્રેન, કવારપ્પેટ્ટઈ રેલવે સ્ટેશન પર ઊભેલી માલગાડી સાથે ટકરાઈ. આ દુર્ઘટના બાદ રેલવે અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા.  તિરુવલ્લૂરના જિલ્લા કલેક્ટર ટી પ્રભુશંકરે જણાવ્યું કે રેલવે અકસ્માત બાદ બચાવ કાર્ય યુદ્ધસ્તરે  ચાલી રહ્યું છે. જો કે હજુ સુધી નુકસાન અને ઘાયલોની સટીક સંખ્યા વિશે માહિતી મળી શકી નથી.