આપણા દેશમાં અનેક મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારા છે. ભલે આજેના સમયમાં સૌથી મોટું હિન્દુ મંદિર ભારતમાં ન હોય અને કમ્બોડિયામાં હોય પરંતુ આમ છતાં ભારતમાં એટલા મંદિર છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. ભારતમાં અનેક પ્રસિદ્ધ મંદિર છે. એટલું જ નહીં અનેક જગ્યાએ મંદિરનું નિર્માણ મીનાર તરીકે કરવામાં આવેલું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ જગ્યા એવી પણ હોઈ શકે છે જ્યાં ભાઈ બહેન સાથે જવા પર પ્રતિબંધ હોઈ શકે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જાણીને નવાઈ લાગશે પણ ઉત્તર પ્રદેશમાં એક જગ્યા એવી છે જ્યાં ભાઈ બહેનના સાથે જવા પર પ્રતિબંધ છે. યુપીના જાલોનમાં એક મીનાર આવેલો છે જેને લંકા મીનાર તરીકે ઓળખવામાં આવે છે. આ મીનારની ઊંચાઈ લગભગ 210 ફૂટ છે. આ મંદિરનું નિર્માણ મથુરા પ્રસાદ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરની અંદર દરેક જગ્યાએ રાવણ અને તેમના પરિવારના ચિત્ર બનાવવામાં આવેલા છે. 


રિપોર્ટ્સ મુજબ આ મંદિરના નિર્માતા મથુરા પ્રસાદે અનેક વર્ષો સુધી રામલીલામાં કર્યું અને હંમેશા રાવણની ભૂમિકા ભજવ્યા કરતા હતાં. તેમણે પોતાની કળાને જીવિત રાખવા માટે જ અને રાવણની યાદમાં 1875માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 


આ મીનાર ખુબ આકર્ષક છે અને તેના કિસ્સા પણ ખુબ મશહૂર  છે. આ મીનારમાં ભાઈ બહેનના જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. કારણ કે આ મીનારમાં નીચેથી ઉપર દર્શન કરવા માટે 7 પરિક્રમા કરવાની હોય છે. આ સાતેય પરિક્રમાંઓ કે ફેરા લગ્ન વખતે ફક્ત પતિ પત્ની જ લે છે અને આ જ કારણે ભાઈ બહેનનું આ મંદિરમાં સાથે આવવા પર પ્રતિબંધ છે. 


1 લાખ 75 હજાર રૂપિયાના ખર્ચે આ મીનારનું નિર્માણ થયેલું છે. આ નિર્માણમાં સીપ, અડદની દાળ, શંખ અને કોડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...