મુંબઈ: ટ્રાફિકની લાલ બત્તી માત્ર દુર્ઘટના રોકતી નથી પરંતુ ચાલકોના જીવ પણ બચાવે છે. આ વાતનું ઉદાહરણ ગુરુવારે સાંજે ફૂટઓવર બ્રિજ દુર્ઘટના સમયે જોવા મળ્યું. બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો ત્યારે ટ્રાફિક સિગ્નલ પર લાલ બત્તીના કારણે અનેક કાર અને વાહનચાલકો રોકાઈ ગયા હતાં જેના કારણે તેઓ દુર્ઘટનાનો શિકાર થતા થતા રહી ગયાં. લાલ બત્તી ન હોત તો મોટરચાલકો સીએસએમટી રેલવે સ્ટેશનની પાસે જે બ્રિજ તૂટી પડ્યો તેની નીચેથી પસાર થઈ રહ્યાં હોત અને અકસ્માતનો શિકાર બની ગયા હોત. આ બ્રિજ ભીડભાડવાળા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન  સાથે જોડતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ ફૂટઓવર બ્રિજ દુર્ઘટના: મૃત્યુઆંક 6 થયો, મધ્ય રેલવે અને BMCના અધિકારીઓ સામે FIR


'અમે બધા આતુરતાથી સિગ્નલ પર રાહ જોઈ રહ્યાં હતાં'
દુર્ઘટના સમયે સિગ્નલ પર રાહ જોઈ રહેલા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અમે બધા આતુરતાથી સિગ્નલ પર રાહ જોઈ રહ્યાં હતાં. કારણ કે લાલ લાઈટ ચાલુ હતી. લીલી લાઈટ થતા પહેલા જ બ્રિજ તૂટી પડ્યો. જો લીલી લાઈટ થઈ ગઈ હોત તો સ્થિતિ વધુ ભયાનક થઈ શકતી હતી. તેમણે કહ્યું કે આ એક એવો સમય હતો કે જ્યારે મુંબઈના લોકો ઘર જવા માટે સીએસએમટી ભાગતા હોય છે. અમે પણ બધા ઘરે જવાની ઉતાવળમાં હ તાં પરંતુ હવે હું રાહત મહેસૂસ કરી રહ્યો છું કે બત્તી લાલ હતી. નહીં તો અમે પણ ઘાયલ થઈ ગયા હોત. 


દુર્ઘટના સમયે એક ટેક્સી ચાલક પુલ પાસે હતો અને તે યેનકેન પ્રકારે બચી ગયો. જો કે તેની ટેક્સીને ખુબ નુકસાન થયું. તેની પાછળ ચાલી રહેલા વાહનો સમયસર થોભી ગયા અને મોટી દુર્ઘટના થતા અટકી. અધિકારીઓના જણાવ્યાં મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને 33 લોકો ઘાયલ થયા છે.


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...