જેએનયુમાં ફરી બબાલ, રામનવમી પર નોનવેજના મુદ્દે લેફ્ટ અને એબીવીપી આમને-સામને
રવિવારે જેએનયુમાં માંસને લઈને લેફ્ટ વિંગના છાત્ર સંગઠન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ હંમેશા વિવાદોમાં રહેનાર જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ફરી ચર્ચામાં છે. રવિવારે યુનિવર્સિટીમાં નોનવેજને લઈને લેફ્ટ વિંગના વિદ્યાર્થી સંગઠન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્રા વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે એબીવીપીના વિદ્યાર્થીઓએ નોનવેજ ખાવાને લઈને કાવેરી હોસ્પિટલના મેસ સચિવ સાથે મારપીટ કરી છે.
જેએનયુમાં ફરી વિવાદ
તો એબીવીપીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ કાવેરી હોસ્ટેલમાં રામનવમીની પૂજા કરવાથી લોકોને રોકી રહ્યા હતા. મહત્વનું છે કે મામલાને લઈને જેએનયુ કેમ્પસમાં ફરી બબાલ વધી રહી છે.
યુક્રેનમાં યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે કાલે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા
ABVP એ કહી આ વાત
એબીવીપીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જેએનયુમાં કાવેરી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓએ રામનવમીના દિવસે કેમ્પસમાં હવન-પૂજાનું આયોજન કર્યુ હતું. હવે લેફ્ટ વિંગ અને એબીવીપી આમને-સામને છે. કેમ્પસમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેને માંસ ખાવાથી રોકવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે બંને જુથ વચ્ચે ઘર્ષણના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube