J&Kમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવાયું, કઠુઆમાં 5 AK-47 સાથે 3 આતંકીઓ ઝડપાયા
પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે. કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ.
જમ્મુ: પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે. કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ. એવું કહેવાય છે કે આ હથિયારો પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતાં. ટ્રકમાં કરિયાણાના સામાનની આડમાં હથિયારો જમ્મુ અને કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે 3 આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 5 એકે-47 રાઈફલો જપ્ત કરી છે. જે ટ્રકમાંથી હથિયારો ઝડપાયા છે તેના પર શ્રીનગરનો નંબર લખેલો છે. આતંકવાદીઓ પાસેથી 4.5 લાખ રૂપિયા પણ જપ્ત કરાયા છે.
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ ટ્રક પંજાબના અમૃતસરથી શ્રીનગર જવા માટે રવાના થયો હતો. પંજાબ અને જમ્મુ કાશ્મીર પોલીસ આ ટ્રકમાંથી પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...