રાજસ્થાનમાં 15 વર્ષના બાળકે ઓછા ખર્ચે બનાવી અનોખી કાર
આ અનોખી કાર એક લીટર પેટ્રોલમાં 50 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. આ કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. તમને જણાવી દઇએ કે કબાડમાંથી લાવેલા સ્કૂટરનું એન્જિન અને વ્હિલ્સની સાથે પુશ ટેકનિકનો પણ ઉપયોગ કરી આ કારનું નિર્માણ કર્યું છે.
બિકાનેર: શહેરના 15 વર્ષના બાળકે નકામી વસ્તુમાંથી કાર બનાવી છે. ધોરણ 10માં અભ્યાસ કરતો રોહિત નારાયણ સ્વામીએ એક એવું કારનામું કરી દેખાડ્યું છે જેને જોઇને દરેક હેરાન છે. રોહિતે આ કાર બનાવતા તેને સ્પોટ્સ લુક આપ્યો છે. તે પણ ઓછા ખર્ચની સાથે તે સ્વયંમાં ખુબ જ અનોખી પહેલ છે.
વધુમાં વાંચો: પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં 4 કલાક કર્યો ગોળીબાર, ભારતે આપ્યો સણસણતો જવાબ
આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાન કરશે મોટી કાર્યવાહી! કાલે મળ્યા હતા મોતના સમાચાર
આ અનોખી કાર એક લીટર પેટ્રોલમાં 50 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. આ કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. તમને જણાવી દઇએ કે કબાડમાંથી લાવેલા સ્કૂટરનું એન્જિન અને વ્હિલ્સની સાથે પુશ ટેકનિકનો પણ ઉપયોગ કરી આ કારનું નિર્માણ કર્યું છે. આ કારમાં એક વ્યક્તિના બેસવાની સીટ પણ લગાવવામાં આવી છે.
મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ, જુઓ Pics...
રોહિતએ જણાવ્યું કે તેણે એક ટીવી કાર્યક્રમમાં આ પ્રકારની કારને જોઇ અને પછી કાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યમાં તેણે તેના પિતાનો પણ સહયોગ લીધો છે. રોહિતના પિતાએ જણાવ્યું કે સ્કૂલના એક પ્રોજેક્ટના રૂપમાં તેણે કાર બનાવવાનો નિર્ણય કર્યો અને મને અઠવાડીયામાં એક દિવસ મદદ કરવાની વાત કરી. ત્યારબાદ તે સંપૂર્ણ કારની ડિઝાઇ બનાવવામાં લાગી ગોય હતો. ત્યારબાદ રોહિતે આ અનોખી કાર બનાવવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.