ઇન્જેક્શન ફાયદો નહીં કરે.... દિલ્હીમાં લૉકડાઉનની જાહેરાત થતાં દારૂ લેવા માટે દોડ્યા એક આંટી... જુઓ Video
લૉકડાઉનના જેવા સમાચાર આવ્યા તો દિલ્હીમાં સૌથી વધુ ભીડ દારૂની દુકાનો પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે અહીં સાંજે લાઇનો જોવા મળે છે પરંતુ આજે બપોરથી લાઇનો જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં એકવાર ફરીથી લૉકડાઉનની (Lockidown in Delhi) જાહેરાત થઈ ગઈ છે. દિલ્હીમાં 6 દિવસનું લૉકડાઉન સોમવારે રાત્રે 10 કલાકથી એટલે કે આજથી આગામી સોમવારે સવારે 5 કલાક સુધી રહેશે. દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તેની જાહેરાત કરી છે.
લૉકડાઉન જેવા સમાચાર આવ્યા ત્યારબાદ સૌથી વધુ ભીડ દારૂની દુકાનો પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે આવો નજારો સાંજના સમયમાં જોવા મળે પરંતુ આજે બપોરથી દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો લાગી છે.
કોરોનાએ તાંડવ મચાવતા થયો મોટો ફેરફાર, હવે PM મોદીની રેલીઓ આ રીતે થશે
દારૂ પીવો ફાયદાકારાક નહીં પરંતુ નુકસાનકારક છે તે જાણવા થતાં તેને પીતા લોકો પોત-પોતાના હિસાબથી તર્ક આપે છે. મહિલાનો તર્ક પણ આવો છે. લૉકડાઉનના સમાચાર સાંભળ્યા બાદ તેને ખરીદનારાની રાજધાનીમાં લાઇનો લાગી છે.
આ પહેલા પણ લૉકડાઉનમાં છૂટ બાદ સૌથી વધુ ભીડ દારૂની દુકાન પર જોવા મળી હતી. અમુક જગ્યા પર તો દારૂ માટે કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube