Maharashtra News: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં એક ગરબા કાર્યક્રમમાં નાચતાં નાચતાં 35 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મનીષ નરપજી સોનિગ્રા શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રે વિરારના ગ્લોબલ સિટી પરિસરમાં ગરબા કાર્યક્રમમાં નાચતાં નાચતાં પડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનીષને તેના પિતા નરપજી સોનિગ્રા (66) દ્રારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોતના સમાચાર સાંભળતાં જ મનીષના પિતા પણ હોસ્પિટલમાં ઢળી પડ્યા અને તેમનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. 


જોકે અધિકારીએ જણાવ્યું હતું પિતા-પુત્રના મોતના સંભવિત કારણો વિશે કંઇ જણાવ્યું નથી અને કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણવા મળશે. 


આણંદમાં પણ એક વ્યક્તિનું નાચતાં નાચતાં થયું મોત
ગત થોડા દિવસોથી આવા સમાચારો આવી રહ્યા છે જ્યાં કોઇ કાર્યક્રમમાં નાચતાં નાચતાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ આ પહેલાં શુક્રવારે (30 સ્પટેમ્બર) ના રોજ ગુજરાતના આણંદમાં ગરબાની ધૂન પર નાચતા નાચતાં વીરેન્દ્ર સિંહ રાજપૂત (21) નું મોત થયું હતું. 


યૂપીમાં હનુમાનો રોલ કરી રહેલા એક વ્યક્તિનું મોત
તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ફેતહપુર જિલ્લાના સમેલપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામલીલામાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલા 50 વર્ષીય વ્યક્તિનું મંચ પર મોત થઈ ગયું છે. રામ સ્વરૂપની નકલી પૂંછમાં આગ લગાવ્યા બાદ તેને હાર્ટ એટેક આવ્યો અને ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. શનિવારે રાતની ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.