Fact Check: Aadhaar Card ધારકોને દર મહિને મળશે 3 હજાર રૂપિયા, જાણો વાયરલ મેસેજનું સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ ધારકોને (Aadhaar Card Update) ને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપી રહી છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં (Viral Video) દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ ધારકો (Aadhaar Card Update) ને દર મહિને 3 હજાર રૂપિયા આપી રહી છે. આવો જાણીએ વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય શું છે? આ દાવો ખરેખર નકલી છે અને સરકાર તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીઆઈબી ફેક્ટ ચેક તરફથી તેની જાણકારી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવા ભ્રામક મેસેજ પર ધ્યાન આપો નહીં.
PIB Fact Check એ ટ્વીટ કરી કહ્યું, 'દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બધા આધાર કાર્ડ ધારકોને દર મહિને 3 હજાર રૂપિયા આપી રહી છે. પરંતુ આ દાવો ખોટો છે અને તેનો કોઈ આધાર નથી. આવા ભ્રામક વીડિયો અને સંદેશાને શેર કરો નહીં.' નોંધનીય છે કે વાયરલ થઈ રહેલા વીડિયો મેસેજમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે કે બધા આધાર કાર્ડ ધારકોને દર મહિને 3000 રૂપિયા મળશે. તે માટે જલદી અરજી કરો.
Twitter માં ફેરફાર, PM મોદી, અમિત શાહ સહિત ઘણા લોકોના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક ગાયબ
એક અન્ય મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના બેઠળ બધાને આપી રહી છે 40,000 રૂપિયાની રકમ. પરંતુ આ દાવો પણ ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના નામની કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. નોંધનીય છે કે સરકાર તરફથી વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ભ્રામક સમાચારો પર વિશ્વાસ ન કરો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube