Aadhaar Card: આજના સમયમાં ભારતમાં આધાર કાર્ડ ખુબ જરૂરી દસ્તાવેજ છે. આધાર કાર્ડ દ્વારા અનેક કામ સરળ બની શકે છે. જ્યારે અનેક સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે પણ આધાર કાર્ડને જરૂરી કરી દેવાયું છે. હવે સરકાર તરફથી આધાર કાર્ડ અંગે એક નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેનાથી લોકોને પણ ફાયદો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મફત સેવા
હકીકતમાં ભારતમાં લાખો લોકોને લાભ પહોંચાડવા માટેના હેતુસર એક 'જનકેન્દ્રિત કદમ' માં UIDAI એ આધાર પોર્ટલ પર પોતાના દસ્તાવેજ વિવરણને અપડેટ કરવા માટે નાગરિકો પાસેથી 50 રૂપિયાની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જણાવ્યું કે મફત સેવા આગામી ત્રણ મહિના એટલે કે 15 મારચ થી 14 જૂન 2023 સુધી ઉપલબ્ધ રહેશે. 


myAadhaar પોર્ટલ
જો કે આ નવી સુવિધા ફક્ત myAadhaar પોર્ટલના માધ્યમથી પરિવર્તન કરનારાઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે આધાર કેન્દ્રો પર ભૌતિક રીતે અપડેટ કરવા માંગતા લોકોએ હજુ પણ ફી પેટે 50 રૂપિયા ચૂકવવા પડશે. જો નામ, જન્મ, તિથિ, એડ્રસ, વગેરે બદલવાની જરૂર હોય તો નાગરિકો નિયમિત ઓનલાઈન અપડેટ સેવાનો ઉપયોગ કરી શકે છે. અથવા તો નજીકના આધાર કેન્દ્ર પર જઈ શકે છે. આવા કેસમાં સામાન્ય ફી લાગૂ રહેશે. 


ખેડૂતોની આવક બમણી કરવા ખાસ યોજના, જાણો કેવી રીતે મેળવી શકો છો લાભ?


ભારતીયો પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, 'સફેદ ઝેર' વિશે ખાસ જાણો નહીં તો પસ્તાશો


મહિલાનો પુરુષ સાથે રહેવાનો અર્થ 'સેક્સ માટે સહમતિ' નથી, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય


આધાર કાર્ડ
જો કે ફોન નંબર બદલવાની માંગણી કરનારા લોકોને આધાર કેન્દ્ર પર શારીરિક રીતે જવું પડશે અને ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. જે લોકોને આધાર કાર્ડ 10 વર્ષ પહેલા ઈશ્યું કરાયા હતા અને તેમણે પોતાના યુઆઈડીને ક્યારેય અપડેટ નથી કર્યું , યુઆઈડીએઆઈ તેમને માહિતી અપડેટ કરવા માટે દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. 


આધાર કાર્ડ અપડેટ
Aadhaar Enrolment and Update Regulations, 2016 મુજબ આધાર સંખ્યા ધારક, આધાર માટે નામાંકનની તારીખથી પ્રત્યેક 10 વર્ષ પૂરા થવા પર ઓછામાં ઓછા એકવાર પીઓઆઈ અને પીઓએ દસ્તાવેજ જમા કરીને આધારમાં પોતાના સહાયક દસ્તાવેજોને અપડેટ કરી શકે છે. જેથી કરીને તેમની જાણકારીની સતત સટીકતા સુનિશ્ચિત થઈ શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube