નવી દિલ્હી : હાલમાં જ મોદી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આયુષ્માન ભારત- વડાપ્રધાન જન આરોગ્ય વિમા યોજના (AB-PMJAY) હેઠળ પહેલીવાર સારવાર કરનારા વ્યક્તિ માટે આધાર ફરજીતાય નથી. જો કે તેનું રેશનકાર્ડ અથવા વોટર કાર્ડ જેવા દસ્તાવેજથી જ કામ ચાલી જશે. જો કે એક વરિષ્ઠ સરકારી અધિકારીના અનુસાર આયુષ્માન બારત યોજના હેઠલ બીજા વાર લાભ ઉઠાવવા જઇ રહેલા લોકો માટે આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવી શકે છે. 

નેશનલ હેલ્થ એજન્સીનાં સીઇઓ ઇંદ્ર ભૂષણનાં અનુસાર જો આધાર નંબર નહી હોય તો PMJAY સ્કીમ હેઠળ બીજી વખત સારવાર નહી મળે. તેણે તે વાતનાં દસ્તાવેજ તો રજુ કરવા જ પડશે કે તેણે આધાર નોંધણી કરાવી છે. 

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનો અભ્યાસ કરાઇ રહ્યો છે.
હાલમાં જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો કે આધાર યોજના સંવૈધાનિક રીતે માન્ય છે. ત્યાર બાદ જ આયુષ્માન ભારત યોજના હેઠળ બીજી વાર લાભ લેવા માટે આધારને ફરજીયાત કરવાની ચર્ચા ચાલુ થઇ ગઇ છે. ભૂષણે કહ્યું કે, હાલ સુપ્રીમ કોર્ટનાં આદેશનો અભ્યાસ કરવામાં આવી રહયો છે. આયુષમાન ભારત હેઠળ સારવાર કરાવવા જઇ રહેલા લોકોએ આધાર અથવા ઓછામાં ઓછું આધાર રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા અંગે કોઇ પુરાવો આપવો પડશે.