નવી દિલ્હીઃ ભારત સરકાર ઘણી સરકારી યોજનાને આધાર (UIDAI) સાથે જોડવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ આધારના ડેટાની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં હફિંગટન પોસ્ટ તરફથી એક ખુલાસા અનુસાર એક એવો સોફ્ટવેર ઉપલબ્ધ છે જે આધારના બાયોમેટ્રેક અને ખાનગી ડેટાને સુરક્ષિત રાખતા સિક્યોરિટી ફીચરને ભેદવામાં સક્ષમ છે. આ સોફ્ટવેર બજારમાં માત્ર 2500 રૂપિયાની કિંમતમાં મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ ગ્રુપમાં ઉપલબ્ધ છે સોફ્ટવેર
બજારમાં ઉપલબ્ધ આ સોફ્ટવેરના માધ્યમથી વિશ્વના કોઇપણ ખુણે હેકર આધારની સિક્યોરિટીના પેચને ભેદી સરળતાથી આધાર નંબરમાં પરિવર્તન કરી નવો આધાર નંબર બનાવી શકે છે. રિપોર્ટ અનુસાર આધારની સુરક્ષાના માપદંડને ભેદનાર આ સોફ્ટવેટની જાણકારી ઘણા વોટ્સએપ ગ્રુપમાં ઉપલબ્ધ છે. તો લોકો આ ગ્રુપમાં રહેલી લિંકના માધ્યમથી સોફ્ટવેરને ખરીદી પણ શકે છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પણ સરળ છે. 


સરળતાથી જાણકારીમાં કરી શકાય છે ફેરફાર
જાણવા મળી રહ્યું છે કે, સોફ્ટવેયરનો પ્રયોગ કરીને આધાર પર લાગેલી પેચને સરળતાથી બદલી શકાય છે. તેના માધ્યમથી આધારની જાવા લાઇબ્રેરીને સરળવાથી બદલીને તેની અંદર રહેલો ડેટાને બદલી શકાય છે. આ સોફ્ટવેરની તપાસ કરનાર નિષ્ણાંતો પ્રમાણે કોઈપણ હેકર બાયોમેટ્રિક એનરોલમેન્ટ ઇન્ડેન્ટેશન પ્રક્રિયામાં જયા વિના આ સોફ્ટવેરનો પ્રયોગ કરીને યૂઝર યૂનીક આધાર નંબર બનાવી શકે છે.  

UIDAIએ કહ્યું રિપોર્ટ પાયાવિહોણા
તો બીજીતરફ UIDAIએ એક નિવેદન જારી કરીને આધારના સોફ્ટવેર હેક થયાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. કેટલાક લોકો જાણી-જોઈને લોકોના મનમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. UIDAIએ કહ્યું કે, કોઇપણ ડેટાને ડિસ્કમાં સેવ કરતા પહેલા જરૂરી સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખવામાં આવે છે. 


UIDAIએ આગળ સ્પષ્ટ કર્યું કે, કોઈપણ ઓપરેટર આધાર બનાવી કે અપડેટ કરી શકતો નથી. જ્યાં સુધી કોઈ નિવાસી સ્વયં પોતાની બાયોમેટ્રિક ડિટેલ તેને ન આપે. 


સંસ્થાના રિપોર્ટના દાવાને સંપૂર્ણ રીતે ખોટા ઠેરવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ આધાર ડેટાબેસમાં પ્રવેશ કરી શકે છે અને આધાર બનાવી શકે છે. 


UIDAIએ કહ્યું કે, તેના દ્વારા સિસ્ટમમાં સમયાનુસાર નવા સિક્યોરિટી ફીચર્સને જોડવામાં આવે છે. જેથી કોઈ ખતરાથી બચી શકાય.