આધાર કાર્ડની જરૂરિયાતના લઈને સુપ્રિમ કોર્ટની સંવિધાનિક પીઠે આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ સીકરી, ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ.ખાનવિલકર તરફથી નિર્ણય સંભળાવતા જસ્ટિસે એકે સીકરીએ કહ્યું કે, જરૂરી નથી કે, દરેક બાબત સારી હોય, કંઈક અલગ પણ હોવું જોઈએ. આધાર અલગ છે. 5 જજોની સંવિધાનિક પીઠે આધારને સંવિધાનિક માન્યતા આપી દીદી છે. જસ્ટિસ એકે સીકરીએ કહ્યું કે, આધાર કાર્ડ એકદમ અલગ છે, અને કેટલાક વર્ષોમાં તે ચર્ચાનો વિષય બની રહ્યું છે. 


સંવિધાનિક પીઠે જણાવેલી મહત્ત્વની વાતો...


  •  આધાર કાર્ડ પર ટિપ્પણી કરવી તે લોકોના અધિકાર અને સંવિધાન પર હુમલો કરવાના સમાન છે.

  •  સંવિધાનિક પીઠે કહ્યું કે, આધાર કાર્ડ આજે ભારતીય સમાજના વર્ગનો મહત્ત્વનો હિસ્સો બની ચૂક્યો છે. આધાર કાર્ડથીગ રીબ વર્ગના લોકોને એક અલગ તાકાત મળે છે, જેનાથી તેઓ પોતાના હકની બાબતો પ્રાપ્ત કરી શકે છે.

  •  અન્ય ઓળખ પત્રની સરખામણીમાં આધાર કાર્ડમાં ડુપ્લીકેસીની શક્યતા નથી. તેમણે કહ્યું કે, આધાર બનવવા માટે UIDAI લોકોના સામાન્ય બાયોમેટ્રિક આંકડા લે છે.

  •  ડેટા સુરક્ષિત કરવા માટે UIDAIએ પહેલાથી જ સારી વ્યવસ્થા કરી છે. 

  •  કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, તે ડેટા પ્રોટેક્શન પર જલ્દીમાં જલ્દી કડક કાયદો બનાવે.

  •  CBSE, NEET અને UGC માટે આધાર જરૂરી છે, પરંતુ સ્કૂલમાં એડમિશન લેવા માટે આધાર કાર્ડ જરૂરી નથી.

  •  આધાર વ્યાપક પબ્લિક ઈન્સ્ટ્રેટ બતાવે છે, અને સમાજના હાસિયા પર બેસેલા લોકોને ફાયદો થશે. કેન્દ્ર નક્કી કરી કે, ગેરકાયદેસર શરણાર્થીઓનું આધાર કાર્ડ ન બને.

  •  ડેટાને 6 મહિનાથી વધુ સ્ટોર નહિ કરે. 5 વર્ષ સુધી ડેટા રાખવું બેડ ઈન લો છે. 

  •  બેંક એકાઉન્ટ અને મોબાઈલ સિમના આધાર કાર્ડની આવશ્યકતા નહિ હોય. જ્યારે કે નાગરિકોને PAN કાર્ડ બનાવવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ આપવું કમ્પલસરી છે.