UIDAI New Rules: આધાર કાર્ડ એ એક યુનિક આઈકાર્ડ છે.  જો તમે પણ જન્મના પ્રમાણપત્ર તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. હવેથી તમે જન્મતારીખના પ્રમાણપત્ર તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. UIDAI દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હા એ વાત બિલકુલ સાચી છે કે આધાર કાર્ડ પર લખેલી જન્મતારીખ કોઈપણ દસ્તાવેજમાં જન્મતારીખ માટે માન્ય રહેશે નહીં. સંબંધિત દસ્તાવેજો સાથે જન્મ પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી રહેશે. તમે જન્મના પ્રમાણપત્ર માટે આધારકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો.
 
આ નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી રહ્યાં છે. આધારમાં જન્મતારીખમાં તારીખ, મહિનો અને વર્ષ વગેરે બદલીને લોકો જન્મતારીખમાં ફેરફાર કરી દેતા હતા. જે છેતરપિંડી અટકાવવા માટે આ સરકારે આ નિર્ણય લીધો છે. નવા નિયમો પછી જ્યાં જન્મની તારીખની જરૂર પડશે ત્યાં હવે તમારે આધાર કાર્ડની સાથે જન્મ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આધાર પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ વર્માએ જણાવ્યું છે કે હવે આધારનો ઉપયોગ દરેક જગ્યાએ માત્ર ઓળખ કાર્ડ તરીકે કરવામાં આવશે. શાળા-કોલેજમાં પ્રવેશ હોય કે પાસપોર્ટ માટે જન્મ તારીખની ચકાસણી માટે બર્થ સર્ટિફિકેટ રજૂ કરવું જરૂરી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયમો કેમ બદલાયા?
આધાર કાર્ડમાં જન્મતારીખ અને નામમાં વારંવાર ફેરફાર કરીને પેન્શન યોજના, પ્રવેશ, રમતગમતની સ્પર્ધા વગેરે સહિતની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લોકો સાથે છેતરપિંડી કરતા હતા. જો કે, UIDAI દ્વારા ઘણી વખત કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આમાં સફળતા મેળવી શકી નથી. જેને પગલે સરકારે આ નિર્ણય લીધો હતો. 


આ લોકોને સમસ્યા થશે-
નિયમોમાં ફેરફાર બાદ આધારમાં નોંધાયેલી જન્મતારીખને માન્યતા પર મોટો સવાલ ઉભો થયો છે. સવાલ એ છે કે પેન્શન સહિતની તમામ પ્રકારની યોજનાઓ અને આવા કામોનું શું થશે જ્યાં લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી? મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમની પાસે ઉંમર સંબંધિત કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર નથી. હાલમાં, મોટાભાગની યોજનાઓ જન આધાર સાથે જોડાયેલી છે અને તે ફક્ત આધાર કાર્ડ દ્વારા જ બનાવી શકાય છે. હવે જેમની પાસે પ્રમાણપત્ર નથી એમની માટે સમસ્યાઓ ઉભી થશે.