AAIએ દેશના 55 એરપોર્ટને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ટર્મિનલ જાહેર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી ભારતના ઉડ્ડય મંત્રાલયે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને તેના એરપોર્ટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા ફરમાન આપ્યું હતું
નવી દિલ્હીઃ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) કે જે દેશમાં 125 વિમાનમથકનું સંચાલન સંભાળે છે અને સરકાર સંચાલિત સંસ્થા છે તેણે મંગળવારે દેશના વધુ 20 એરપોર્ટને સિંગય યુઝ પ્લાસ્ટિક ફ્રી જાહેર કર્યા છે. આમ, દેશના કુલ 55 એરપોર્ટ પર હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવાયો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ અથવા ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક્નો માત્ર એક વખત ઉપયોગ કરીને તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. જેમાં પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક બેગ, સ્ટ્રો, કોફીની લાકડી, પાણીની બોટલ, સિક્સ પેક રિંગ્સ અને મોટાભાગના ખાદ્ય પદાર્થોનું પેકેજિંગ સિંગલ યુઝ પ્લાસ્ટિક કેટેગરીમાં આવે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ, સરકારે બનાવી વિશેષ યોજના
આ અગાઉ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 35 એરપોર્ટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરાવ્યો હતો.
[[{"fid":"231449","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત જાહેર કરાયેલા નવા 20 એરપોર્ટઃ
અલાહાબાદ, ઔરંગાબાગ, બેલગામ, ભૂજ, ડિબ્રૂગઢ, દિમાપુર, ગયા, ગોરખપુર, જબલપુર, જામનગર, જોધપુર, જોરહાડ, કાંગરા, ખજુરાહો, લેહ, રાજામુંદરી, રાજકોટ, સિલ્ચર, સુરત અને ટૂટીકોરિન.
પ્રથમ તબક્કામાં પ્લાસ્ટિક પ્રતિબંધિત જાહેર કરાયેલા એરપોર્ટઃ
અમદાવાદ, ઈન્દોર, ભોપાલ, તિરુપતી, ત્રીચી, કોલકાતા, વારાણસી, ચેન્નઈ, પટના, કોઈમ્બતુર, રાંચી, ત્રિવેન્દ્રમ, ગોવા, લખનઉ, વિજયવાડા, દહેરાદૂન, ચંડીગઢ, વડોદરા, મદુરાઈ, રાયપુર, વિઝાગ, પુણે, ઉદયપુર, શ્રીનગર, ઈમ્ફાલ, જમ્મુ, મેંગલોર, અમૃતસર, પોર્ટ બ્લેર, ગૌહાટી, બાગડોગરા, અગરતલા, કાલિકટ અને જયપુર.
જુઓ LIVE TV.....