નવી દિલ્હી : હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને જોતા ભારતે મોટુ રણનીતિક પગલું ઉઠાવ્યું છે. સરકારી કંપની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) હવે પ્રાઇવેટ કંપનીઓ GMR અને GVKની જેમ વિદેશમાં હવાઇ મથકોનું નિર્માણ કરશે. AAI શ્રીલંકાની પલાલી એરપોર્ટને વિકસિત કરશે. ભારત માટે સામરિક દ્રષ્ટીએ શ્રીલંકા એક મહત્વપુર્ણ ક્ષેત્ર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAIના એક અધિકારીએ જણાવ્યું કે, ઓથોરિટીએ શ્રીલંકામાં પલાલી એરપોર્ટનાં વિકાસ માટે વિસ્તૃત પ્રોજેક્ટ તૈયાર કરવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સાથે એક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવાઇ મથકનાં વિકાસ અને ઓપરેશનની વ્યવસ્થામાં એએઆઇની દક્ષતા અને વિશેષજ્ઞતાને ધ્યાનમાં રાખતા ઓથોરિટી હવે ગ્લોબલ બનવા માંગે છે. 

60થી વધારે એરપોર્ટનાં નિર્માણની વિશેષજ્ઞતા
અધિકારીએ જણાવ્યું કે, એએઆઇએ ભારતમાં મેટ્રો અને નોટ મેટ્રો શહેરોમાં 60થી વધારે એરપોર્ટોનું નિર્માણ કર્યું છે અને હવે તે પહેલી વિશેષજ્ઞતાનો લાભ મોટા પ્રમાણમાં બીજા દેશોને આપવા માંગે છે. પલાલી અંગે માહિતી ધરાવતા એક સુત્રએ જણાવ્યું કે, પલાલી શ્રીલંકાનાં ઉત્તરમાં જાફનામાં આવેલું છે, જે તમિલ ક્ષેત્ર છે. ઉત્તરીપ્રાંતની માંગ અંગે ભારતે પહેલા પલાલી એરપોર્ટનાં વિકાસનું વચન કર્યું હતું. આ એરપોર્ટ ઉત્તરમાં શ્રીલંકાનું પહેલું એરપોર્ટ હશે. 

સુત્રએ જણાવ્યું કે, આ એરપોર્ટ હોવાથી ઉત્તરી ક્ષેત્રમાં રહેનારા લોકો સીધી રીતે દક્ષિણ ભારત, મલેશિયા અને થાઇલેન્ડ સાથે જોડાઇ જશે. તેમણે જણાવ્યું કે, ભારતે ઉત્તરમાં કનકેસંથુરાઇ એરપોર્ટ અને દક્ષિણમાં મતાલા ઇન્ટરનેશનલ એરપોર્ટે વિકસિત કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. મતલા એરપોર્ટ ચીન દ્વારા વિકસિત હંબનટોટા પોર્ટની નજીક છે. સુત્રો અનુસાર 2009માં શ્રીલંકામાં ગૃહયુદ્ધ પુર્ણ થયા બાદ ભારત ઉત્તરી પ્રાંતના પુનનિર્માણ અને વિકાસમાં સમાવિષ્ટ રહ્યું. જો કે શ્રીલંકાનાં મહત્વપુર્ણ માળખાગત પ્રોજેક્ટ મોટા ડેવલપર્સમાંથી એક બનીને ઉભર્યું છે અને તેનાં કારણે ભારતે પોતાનો સહયોગ વધારવો પડ્યો છે. 

પલાલી એક ખુબ જ મહત્વપુર્ણ છે કારણ કે તે તમિલ સંવેદનશિલ વિસ્તારમાં આવેલ છે. જે પારંપારિક રીતે ભારત સાથે જોડાયેલા રહ્યા છે. અહીંના વિકાસ કાર્યો થકી ભારત શ્રીલંકાનાં આ હિસ્સામાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. પલાલીના એગ્રીમેન્ટ અંગે હાલ એએઆઇના કાર્યકારી નિર્દેશક (લેન્ડ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ) અનિલ ગુપ્તા અને MEAના સંયુક્ત સચિવ સંજય પાંડાએ હસ્તાક્ષર કર્યા હતા.