રાશિફળ 12 ઓગસ્ટ 2018: કર્ક રાશિવાળા માટે મસ્તીભર્યો રહેશે રવિવાર, જૂના મિત્રો સાથે થઈ શકે છે મુલાકાત
ગ્રહોની દરરોજ બદલાતી ચાલને કારણે અમારો રોજનો દિવસ પણ અલગ હોય છે. તો જાણીએ કેવું છે આજનું રાશિફળ
નવી દિલ્હીઃ નક્ષત્ર પોતાની ચાલ દરેક સમયે બદલે છે. આ નક્ષત્રોનો આપણા જીવન પર પણ ખૂબ પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસા ક્યો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના ક્યા ઘરમાં જઈ રહ્યાં છે તે પ્રમાણે તમારૂ જીવન પ્રભાવિત થાય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલને કારણે આપણો રોજનો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણે સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજનો દિવસ કેવો રહેશે તે જાણીએ આ રાશિફળમાં....
મેષઃ બિઝનેસ યોગ્ય ચાલશે. જૂના બાકી પૈસા પરત મળી શકે છે. જમીન-સંપત્તિના મામલામાં ફાયદો થવાનો યોગ છે. જૂના પૈસા જ્યાં અટકેલા હશે તે આજે મળે તેવી સંભાવના છે. દેણામાંથી બહાર આવવા માટે સહયોગ અને રસ્તો મળશે. પૈસા સાથે જોડાયેલા મામલે વિચાર કરવો પડશે. પિતા પાસેથી મદદ મળી શકે છે.
વૃષભઃ નોકરીવાળાને અધિકારીઓનો સહયોગ મળશે. આજે વધુ કામ કરવું પડી શકે છે. પરંતુ કામથી ગભરાવો નહીં. પાર્ટનર પાસેથી સુખ અને પ્રેમ મળવાનો યોગ બનશે. ધન લાભનો યોગ છે. ગુંચવાયેલા મામલાનો ઉકેલ આવવો સરળ બની શકે છે. રોકાણનો યોગ બની રહ્યો છે. નવું મકાન ખરીદવાનો વિચાર આવશે. કોઇ સારી તક તમને મળી શકે છે.
મિથુનઃ વધુ વિચારોને કારણે કામમાં મન લાગશે નહીં. ખાસ મામલામાં નિર્ણય કરવો મુશ્કેલ થશે. કામકાજમાં મન ઓછું લાગશે. કોઇને કોઇ ચિંતા રહેશે. વિવાદમાં પડવાથી બચો. કામમાં એકાગ્રતા ન રહેવાને કારણે પરેશાન રહેશો. દુશ્મન તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરશો. નોકરીમાં ફેરફાર થવાનો યોગ બની રહ્યો છે. ખર્ચ પણ વધુ થશે.
કર્કઃ કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળી શકે છે. નવું કામ મળી શકે છે. તમને કાર્યક્ષેત્રમાં સહયોગ અને સફળતા મળી શકે છે. ધન લાભ થઈ શકે છે. આજે તમે દુશ્મનો પર ભારે પડશો. નોકરીમાં પ્રગતી થશે. તમારા દ્વારા કરેલા કામોનો ધનલાભ થશે. સંતાન પાસેથી સુખ અને આર્થિક સહયોગ પણ મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
સિંહઃ નસીબ અને સમય તમારા પક્ષમાં હોય શકે છે. આજે કોઇ કામમાં અપસેટ થવાને કારણે તમને ફાયદો મળી શકે છે. જૂનુ કામ પૂર્ણ કરીને નવું કામ કરવા માટે સારો દિવસ છે. તમારા જરૂરી કામ પૂરા થઈ જશે. જોખમભર્યા કામમાં સફળતા મળવાનો યોગ છે. વધુ સમય મિત્રો સાથે પસાર કરી શકો છો.
કન્યાઃ કાર્યક્ષેત્રમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. વ્યાપારમાં ધનલાભનો યોગ બની રહ્યો છે. આજે પ્રેમી અને જીવનસાથી જ તમારી મોટી શક્તિ હશે. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. કામકાજ વધી શકે છે. તમારા નસીબમાં ધનલાભ હોય શકે છે. પ્રેમમાં પણ સફળતા મળવાથી જૂની હતાશા દૂર થઈ શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક વધશે.
તુલાઃ નિચલા વર્ગના લોકો પાસેથી મદદ અને ફાયદો મળી શકે છે. બિઝનેસમાં નવી યોજનાઓ સામે આવી શકે છે. આજે તમને નવી શરૂઆતની તક મળી શકે છે. જૂનિયર અને સીનિયર તમામ તમારી મદદ કરશે. નોકરી બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છો તો તમે સફળથઈ શકો છો. ભૂતકાળમાં તમે કોઇને મદદ કરી હોય તો તે અચાનક તમને કામ આવી શકે છે. આજે તમે પ્રેમની શોધમાં ભાવૂક થઈ શકો છો.
વૃશ્ચિકઃ રોકાયેલા નાણા પરત મળી શકે છે. અધિકારી આજે ખૂશ રહેશે. કોઇ નવી જવાબદારી મળી શકે છે. સીનિયર્સનો સપોર્ટ મળશે. લવ લાઇફ પણ સારી રહેશે. તમને પૈસાની સ્થિતિમાં સુધારો કરવાની કોઇ સારી તક મળી શકે છે. દરરોજના કામકાજમાં ધન લાભ થઈ શકે છે. કોઇ પસંદગીની વ્યક્તિનો સંપર્ક થઈ શકે છે.
ધનઃ તમારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સાવધાની રાખવી જોઈએ અને કામકાજમાં પૂર્ણ રીતે સાવધાન રહેવું જોઈએ. પાર્ટનર તમારા પ્રત્યે ઉગ્ર થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો તમારા માટે સારો હશે. ખુદને નિયંત્રણમાં રાખો. કાર્યક્ષેત્રમાં નવા નિર્ણય ન કરો. દિવસભરની ભાગદોડમાં શરીર અને માથામાં દુખાવો થઈ શકે છે. થાક લાગી શકે છે. આરામ કરો. સમય મારા અનુકૂળ ઓછો છે.
મકરઃ નોકરીમાં સારૂ પ્રદર્શન રહેશે. ધંધામાં ફાયદો થવાનો યોગ છે. સીનિયર પાસેથી મદદ મળી શકે છે. ઇન્ટરવ્યૂ સારૂ રહેશે. જૂના મિત્રો નોકરી માટે મદદ કરી શકે છે. મન પ્રસન્ન થઈ શકે છે. નોકરીમાં પહેલા કરતા વધુ સારૂ પ્રદર્શન થઈ શકે છે. પૈસાના કામથી નાની યાત્રા થઈ શકે છે. કોઇ નાના સારા સમાચાર મળી શકે છે.
કુંભઃ ધંધા માટે નાની અને ફાયદાકારક યાત્રા થવાનો યોગ છે. નવી જવાબદારી પણ આજે મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. કોઇ નવી તક તમને મળી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. તમારી પ્રશંસા થઈ શકે છે. જીવનસાથે કે પાર્ટનર સાથે આજે વધુ સમય પસાર કરી શકશો.
મીનઃ તમારા કામકાજમાં કે તેને કરવાની રીતમાં થોડો ફેરફાર આવી શકે છે. નોકરી કે ધંધામાં મન ઓછું લાગશે. કામ ઓછું થશે અને કન્ફ્યૂઝન વધી શકે છે. પ્રેમી સાથે બોલાચાલી થઈ શકે છે. તમારી જવાબદારીને લઈને કોઇ સવાલ કરી શકે છે. કોઇ લોકો તમારી મહેનતનું ફળ લેવાનો પ્રયત્ન કરશે. તમારી સ્થિતિ બધા સામે સ્પષ્ટ કરવાથી બચો તો સારૂ રહેશે.