ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ: ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકે છે. ઓફિસમાં મહેનત વધુ પડી શકે છે. નોકરીમાં પ્રોગ્રેસ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. દિવસ સારો છે. મોટાભાગના મામલાઓમાં તમે નુકસાનથી બચશો. પોતાના લોકો કે આસપાસના લોકો સાથે સંબંધો સુધરી શકે છે. મિત્રોની મદદ મળશે. સંતાન સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. 


વૃષભ: તમારી વાત અને કામની અસર લોકો પર થઈ શકે છે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ બેઠક સમારોહનું નિમંત્રણ મળી શકે છે. કુટુંબીજનોનું પૂરેપૂરું સમર્થન અને સહયોગ મળશે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી થઈ શકે છે જેનો ફાયદો આવનારા દિવસોમાં થશે. જૂના વિવાદની પતાવટનું મન થઈ શકે છે. 


મિથુન: પોતાની યોજના પર ભરોસો રાખો. નાણાકીય મામલે રસપ્રદ ઓફર મળી શકે છે. ગંભીરતાથી વિચારો. ઓફિસ અને બિઝનેસમાં બીજાની દેખાદેખી કરશો. કેરિયર, કોન્ટેક્ટ અને ઈમેજ માટે સારો દિવસ છે. જમીન સંપત્તિથી ફાયદાના યોગ છે. ધનલાભની સંભાવના.


કર્ક: કેરિયર અંગે સંભાવનાઓ સ્પષ્ટ થશે. તમારા પ્રસ્તાવ મોટાભાગના લોકો માનશે. કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. અચાનક ધનલાભથી ખુશ થશો. બિઝનેસમાં પ્રગતિના યોગ છે. 


સિંહ: તમારા ક્ષેત્રમાં બીજાથી આગળ નીકળવા માટે ખુબ ઉત્સાહિત થશો. ગમે તેટલા વ્યસ્ત રહો પરંતુ ઘરના લોકો સાથે સંપર્કમાં રહો. પૈસા કમાવવાની તક મળશે. વધારાની આવકના યોગ છે. પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. રોમાન્સ માટે ઠીક સમય છે. 


કન્યા: સમય સારો છે. પૈસાની સમસ્યાઓ ખતમ થવાના યોગ છે. કોઈ ખાસ વ્યક્તિની સલાહ કે મદદ મળી શકે છે. મોટા ભાગના મામલા સરળતાથી ઉકેલાશે. મોટા ભાગના કામ સમયસર પૂરા થથવાના યોગ છે. જમીન-સંપત્તિથી ફાયદો થઈ શકે છે. 


તુલા: કોઈ ખાસને લઈને ખુબ ઉત્સાહિત થઈ શકો છો. નવા અનુભવ મળશે. બિઝનેસમાં કોઈ ડીલ કરવા માંગતા હોવવ તો સારો દિવસ છે. જે કામ ઘણા દિવસથી કરવા માંગતા હશો તે કરી શકો છો. કેરિયરમાં આગળ વધવાની કોશિશ સફળ રહેશે. 


વૃશ્ચિક: અનેક ચીજો વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. નવા જાણકારીઓ મળશે. એકલા  હાથે સારા કામ કરવાની ઈચ્છા મનમાં થઈ શકે છે. લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારી પાસે દરેક વાતના જવાબ રહેશે. 


ધનુ: નાણાકીય મામલે નવી તકો મળી શકે છે. સમય તમારી સાથે રહેશે. કોઈ ખાસ મામલે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેશો. આ તકનો ફાયદો ઉઠાવી શકો છો. વિવાદોમાં સફળતા મળવાના યોગ છે. 


મકર: તક મળે તો આરામ કરો. કોઈ યોજના પર કામ કરતા હોવ તો પૈસાની સ્થિતિમાં સુધાર થવાની શક્યતા છે. અંગત સમસ્યાઓ ઉકેલવામાં સફળતા મળશે. થોડુ સમજી વિચારીને વાત કરશો તો બધુ ઉકેલાશે. કેરિયરમાં ફાયદાના યોગ છે. બિઝનેસમાં સફળતા મળશે. 


કુંભ: કોઈ કાનૂની મામલે સારા સમાચાર મળી શકે છે. મિત્રો સાથે  કામકાજ માટે પ્લાનિંગ બની શકે છે. ગોચર કુંડળીના કર્મભાવમાં ચંદ્રમા હોવાથી સફળતાના યોગ બને છે. જૂના રોકાણથી ફાયદો થશે. સમાજ પરિવારમાં માનસન્માન મળશે. મોટા લોકો તમારાથી ખુશ થશે.


મીન: વિચારને સ્પષ્ટ રીતે રજુ કરો. કારોબારમાં લોકો સહમત થઈને વાત માનશે. ઓફિસ કે બિઝનેસમાં સફળતાનો દિવસ છે. કોશિશ કરશો તો કોઈ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરી શકો છો. કોઈ અચાનક મળેલી વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે.