નક્ષત્ર પોતાની ચાલ દર વખતે બદલે છે. આ નક્ષત્રો આપણા જીવન પર પણ ખૂબ પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે, તેના મુજબ તમારું જીવન પ્રભાવિત થાય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના લીધે આપણો દરરોજનો દિવસ અલગ હોય છે. ક્યારે આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો તમારો આજનો દિવસ કેવો રહેશે તે જાણવા માટે અમારા રાશિફળને વાંચતા રહો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ- નાણાકીય મામલે ભાગદારીથી કામ લો. જીવનસાથીની સલાહ લેશો તો ફાયદો થશે. પૈસા કમાવવાની યોજના બનાવશો. નોકરીમાં કોઇ સારી ઓફર મળી શકે છે. કેટલાક મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. જેમની સાથે તમે ભવિષ્યની યોજના બનાવશો. તમારા મગજમાં સતત પ્લાનિંગ ચાલતું રહેશે. ઓફિસમાં સાથ કામ કરનારાઓની મદદ મળશે. તમારી સલાહથી લોકોને ફાયદો થશે. 


વૃષભ- સારા પ્લાનિંગ અને સમજી વિચારીને ઉપયોગ કરવાથી તમને મોટો ફાયદો થઇ શકે છે. વિચારેલા કામો પાર પડવાનો યોગ છે. તમે નોકરી અથવા દિનચર્યામાં થોડો ફેરફાર કરવા વિશે વિચારી શકી શકો છો. તમારા માટે ખરીદી પણ ફાયદાકારક થઇ શકે છે. તમારી યોજનાઓથી તમે બધાને પ્રભાવિત કરી શકો છો. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. ધન લાભનો પણ યોગ બની શકે છે. 


મિથુન- આજે તમે નવા પ્રયોગો કરશો. આજે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. મનની વાત સાંભળો. દરેક સંબંધોમાં સહજતા થઇ શકે છે. લોકોની સાથે તમારો તાલમેળ રહેશે. રોમાન્સની તક મળી શકે છે. પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જઇ શકો છો.  


કર્ક- આજે તમે પ્રયત્ન કરશો તો સફળતા મળી શકે છે. તમે આજે લગભગ બધાને તમારી વાત સાથે સહમત કરી શકશો. ઘરના કેટલાક મુદ્દા તમારી સામે આવી શકે છે. થોડો સમય એકલામાં પસાર કરો, તમારા માટે સારું રહેશે. તમે સહયોગ અને પાકા ઇરાદા સાથે ઘરની બહાર નિકળશો. ઓફિસ અથવા ફિલ્ડમાં તમારે કોઇપણ મામલે જતું કરવું પડી શકે છે. આગામી દિવસો તમારા ફેવરમાં હોઇ શકે છે. 


સિંહ- આજે તમે તમારું કામ કરવા માટે દરેક રીત અપનાવી શકો છો. વ્યસ્ત હોવા છતાં આજનો દિવસ સારો પસાર થશે. પૈસાની દ્વષ્ટિએ ફાયદો થશે. કોઇ નવી નોકરીની ઓફર મળી શકે છે. મોટાભાગના લોકો તમારા માટે પોઝિટિવ થઇ શકે છે. પરિવારમાં નાના લોકોની મદદ મળવાના યોગ છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધન લાભ થઇ શકે છે. પ્રમોશન સાથે સન્માન મળી શકે છે. સંતાનના મામલે ટેંશન દૂર થઇ જશે. 


કન્યા- ઓફિસમાં આજે તમે ઘણા મુદ્દે સફળ થઇ શકો છો. કેરિયર સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓનું સમાધાન મળી શકે છે. તમે પરેશાન થશો નહી. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઇ શકે છે. પ્રમોશન મળવાના યોગ છે. ગિફ્ટ મળી શકે છે. નવા મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. વેપારી મિત્રોના અટવાયેલા પૈસા પાછા આવી શકે છે. અધિકારી તમારા કામકાજથી ખુશ થઇ શકે છે.


તુલા- પોતાના પર વિશ્વાસ રાખો. મહેનત કરો. જાણકારી મેળવો. લોકોને મળો અને જરૂર પડે તો મુસાફરી કરો. તમારા જીવનના ઘણા પાસા બદલાઇ શકે છે. કેટલાક નવા અનુભવ થઇ શકે છે. જૂની વાતો અને યાદોને ભૂલવાનો પ્રયત્ન કરો. આજે તમે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે દરેક વાત સાંભળશો અને કામ કરશો. તમારી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાનું મન બનાવી શકો છો. 


વૃશ્વિક- ઓફિસમાં કોઇ એક્સ્ટ્રા જવાબદારી મળવાની સંભાવના છે. તમે નવું કામ શરૂ કરવાનું મન બનાવી શકો છો. બીજાની વાતો ધ્યાનથી સાંભળો. કામ વધુ રહેશે નહી પરંતુ દિવસ ઝડપથી પસાર થઇ જશે. ઓફિસના કામમાં આવતી અડચણો દૂર થઇ જશે. આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થઇ શકે છે જે તમારા જીવન પર ઉંડો પ્રભાવ પાડી શકે છે. લેવડ-દેવડના કામ પુરા કરી દો.


ધન- આજે તમે મોટાભાગની સમસ્યાઓ ઉકેલવામાં સફળ રહેશો. કોઇ મોટુ રોકાણ કર્યું છે તો તમને તેનાથી ફાયદો થઇ શકે છે. રોકાણ કરવાના મામલે લોકોને મળો, વાત કરો અને કોઇ તક જવા ન દો. ઝડપથી દિવસ પસાર થશે. કેટલાક નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. આજે તમે બિઝનેસ અથવા જોબમાં કેટલાક ફેરફાર કરવાનું મન બનાવી શકો છો. 


મકર- ખૂબ જ ધૈર્ય અને નિયમિતતા સાથે જે મહેનત કરી છે તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. જૂના મિત્રો સાથે વાતચીત થશે અને મુલાકાતની સંભાવના છે. તમારી જવાબદારીઓ પુરી થકે છે. પૈસા કમાવવા તમારા માટે સરળ છે. કામકાજ અને યાત્રાને લઇને તમારી પાસે એકથી વધુ વિકલ્પ હોઇ શકે છે. સાથે જ લોકોનું ધ્યાન તમારા પર રહેશે. ઓફિસમાં કોઇ નવી વસ્તુ શિખવા મળી શકે છે. 


કુંભ- કેટલાક પરિવર્તનોની શરૂઆત આજથી થઇ શકે છે. તમારો સારો વ્યવહાર તમને સફળ બનાવશે એટલું જ નહી તમને મળ્યા પછી લોકો પણ તમારાથી ખુશ રહેશે. વિપરીત લિંગ સાથે આકર્ષણ વધી શકે છે. તમે જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઇ શકો છો. તમારી ધારણા સકારાત્મક રાખો. 


મીન- સારી તકો મળી શકે છે. નવા પ્લાનિંગ અને તકોને લઇને કોઇ મોટો ફેંસલો કરી શકો છો. નોકરીમાં નવા પદ અથવા નવા કામની ઓફર મળી શકે છે. મોટી અડચણો દૂર થઇ શકે છે. ધનલાભ થશે. આવકનો નવો સોર્સ ઉભો થશે. તમારે કોઇ યાત્રા કરવી પડી શકે છે. બીજાની વાતો પર ધ્યાન ન આપો. તમારા કામ દ્વારા બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરો.