આજનું પંચાંગ

તારીખ : 2 જુલાઈ, 2018 સોમવાર

માસ : જેઠ વદ ચોથ

નક્ષત્ર : ધનિષ્ઠા

યોગ : પ્રીતિ

ચંદ્ર રાશી : મકર (બપોરે સવારે 11.07 પછી ચંદ્ર કુંભ રાશીમાં)

અક્ષર : ખ, જ. (ગસશષ)

 

1.સવારે 11.7થી પંચકનો પ્રારંભ થઈ જશે.

2.આજે શિવપંચાક્ષર સ્તોત્રનો પાઠ કરજો.

3.શિવજીના દર્શન કરતા કરતા દ્વાદશ જ્યોતિલીંગનો પાઠ પણ કરી શકાય.

4.કૃષિ સાથે સંકળાયેલા જાતકો નર્મદાઅષ્ટકમ્ પાઠ પણ કરી શકે...

5. સબિંદુ સિંધુ સુખ્ખરત્ત રંગ ભંગ રંજીત... ત્વદિય પાદ પંકજ નમામી દેવી નર્મદે એ પાઠ કરજો ખૂબ લાભ થશે.

6. જે જાતકોને કોઈ ખરાબ વ્યસન વળગ્યું હોય ન છૂટતું હોય તે ઉપરોક્ત ઉપાય કરી શકે છે... જન્મકુંડળીમાં કોઈ નડતર હોય તો એ જાતકો પણ આજે શિવજીની જણાવેલી ઉપાસના કરે લાભ થશે.

 

રાશી ભવિષ્ય

મેષ (અલઈ)

- કોમ્પ્યુટરનો વપરાશ વધુ હોય તો શક્ય છે કંઈક રીપેરીંગ આવે. અથવા કોમ્પ્યુટર થોડી અડચણ આપી શકે છે.

- જમીન વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને અચાનક કોઈ સોદા સંબંધી ચર્ચા થઈ શકે છે.

- હમણાં ધાર્મિક પ્રવૃત્તિ તો થતી જ રહેશે.

- ધનલાભ પણ થશે.

 

વૃષભ (બવઉ)

- મીઠાઈ, શિક્ષણ, ડેરી ઉદ્યોગ વગેરે સાથે સંકળાયેલા જાતકોને આજે લાભપ્રદ દિવસ છે.

- કાર્યક્ષેત્રે સફળતા મળશે.

- બપોર પછી મુસાફરીના યોગ છે.

 

મિથુન (કછઘ)

- પરણીત જાતકોને પિતા તરફથી અને સસરા તરફથી એમ બેઉ તરફથી આજે લાભ દેખાય છે.

- પણ જીવનસાથી સાથે મતભેદ દેખાય છે.

- વિદ્યાર્થીમિત્રોએ આજે શિવજીની ઉપાસના ચોક્કસ કરવી.

 

કર્ક (ડહ)

- બપોર પછી શક્ય છે કોઈ એલર્જીથી પીડાવાનો અહેસાસ થાય.

- વળી, કોઈની સાથે ખોટી ચડભડ થઈ જાય.

- આવેશ અને ઉશ્કેરાટ ઉપર આજે આપે કાબૂ રાખવો.

- આજે માતા તમને વિશેષ લાડ લડાવે.

 

સિંહ (મટ)

- આરોગ્ય જાળવજો.

- વિદ્યાર્થીમિત્રો આજે અભ્યાસમાં અડચણનો સામનો કરવો પડે મન ન લાગે એવું પણ બને. 

- મેં હમણાં જ કહ્યું તે શિવજીની ઉપાસના કરજો.

- માતાનું આરોગ્ય જોખમાય. વાહનમાં કોઈ ટેક્નિકલ ક્ષતિ પણ સર્જાય એવું પણ દેખાય છે.

 

કન્યા (પઠણ)

- જે વડીલોએ અથવા મિત્રોએ તમને મદદ કરી હોય તેમને આજે અવગણશો નહીં.

- નહીં તો એ તમારી સાથે શત્રુ જેવું વર્તન કરશે. એટલે કે મનભેદ થઈ શકે છે.

- સંતાનોને આજે ખાસ વિનંતી કે માતા સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરે. આપના માટે શુભફળ આપનારું રહેશે.

 

તુલા (રત)

- આપના માટે આજે લાભપ્રદ દિવસ છે.

- બપોર પછી આપને કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહેશે.

- આજે દિલની વાત કહેવી હોય તો સવારે અગિયાર વાગ્યા પહેલા કહી દેજો. નહીં તો ગાડી ચૂકી જવાશે.

- સરકાર દ્વારા કાર્યસિદ્ધિમાં સહકાર મળે.

 

વૃશ્ચિક (નય)

- વાહન ચલાવતા હોય ત્યારે રસ્તામાં કોઈની પણ સાથે આવેશયુક્ત વર્તન ન કરતા.

- બપોર પછીનો સમય આપના માટે શુભ છે.

- ભાગ્યનો સાથ મળી રહેશે.

- બપોર પછી આપ આનંદપૂર્ણ મનસ્થિતિનો અહેસાસ કરશો.

 

ધન (ભધફઢ)

- કાર્યસિદ્ધિના યોગ છે.

- કર્મ કરશો તે લેખે લાગશે.

- આળસનો ત્યાગ કરજો. કંટાળતા નહીં. કાર્ય પાર પડશે.

- લાભસ્થાન પણ બળવાન છે.

 

મકર (ખજ)

- આજનો સમય સાનુકૂળ છે.

- ધનલાભ પણ થવાનો છે.

- જીવનસાથી સાથે આજે આનંદમય દિવસ વિતશે.

- વિદ્યાર્થીમિત્રો અભ્યાસમાં ધ્યાન પરોવવું નહીંતર આજે ધ્યાન ફંટાઈ જવાના યોગ છે. સાચવજો.

 

કુંભ (ગશષસ)

- લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે આજે સારા યોગ છે.

- બપોર પછી લાભપ્રદ દિવસ છે.

- નોકરી કરતા જાતકોને આજે નવી તક મળી શકે.

 

મીન (દચઝથ)

- અચાનક ધન લાભ છે.

- જો આપના ઉપરી અધિકારી આજે આપની ઉપર રીઝી જાય.

- આજે સર્વાંગી વિકાસ ભણી લક્ષ કેન્દ્રિત થાય.

- કારણ કે દિવસ જ આપના માટે લાભપ્રદ છે.