આ રાશિના જાતકોને વિદેશનો પ્રબળ યોગ, યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે
શિવલીંગને ચંદનની અર્ચા કરજો અને એ ચંદનની અર્ચાને ગલગોટાનું પોષ્પ સ્પર્શ કરાવજો અને તે પુષ્પ આજે ઘરમાં મૂકી રાખજો. હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થશે.
આજનું પંચાંગ
તારીખ: 25, જૂન, 2018, સોમવાર
માસ: જેઠ સુદ 13, (વૃદ્ધિતિથિ છે)
નક્ષત્ર: અનુરાધા
યોગ: સાધ્ય
ચંદ્ર રાશી: વૃશ્ચિક (જળ તત્ત્વ છે, કફ પ્રકૃતિ, મોટી આંખો, બાળ અવસ્થામાં શક્ય છે કે થોડી બિમારી વેઠવી પડે, આછો પીળો રંગ, સરકારમાં પૂજાય, સામા પક્ષનું અણગમતું વર્તન મનમાં સંઘરી રાખે, લાગણીશીલ હોય છે અને વિકાસન્મુખ હોય છે.
અક્ષર: ન, ય
ભાગ્યાંક: 6
દિન મહિમા
- વીંછુડો પ્રારંભ થઈ ગયો છે. એટલે કે શુભકાર્ય ત્યાજ્ય છે.
- વટસાવિત્ર વ્રતારંભ
- સોમપ્રદોષ પણ છે.
- આજે શિવજીની ઉપાસના કરવી અત્યંત લાભપ્રદ રહેશે.
- શિવલીંગને ચંદનની અર્ચા કરજો અને એ ચંદનની અર્ચાને ગલગોટાનું પોષ્પ સ્પર્શ કરાવજો અને તે પુષ્પ આજે ઘરમાં મૂકી રાખજો. હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થશે.
મેષ (અલઈ)
- માતા સાથે મિથ્યા વિવાદ ટાળજો.
- આપનું પરાક્રમ સ્થાન આજે બળવાન છે.
- અટકેલા કાર્ય પૂર્ણ થવાની શક્યતા વર્તાય છે.
- યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
વૃષભ (બવઉ)
- વૈભવ અને સમૃદ્ધિ વધારવા માટે વધુ આશાવાન બનશો.
- મુસાફરી દરમિયાન મુશ્કેલી વધી શકે છે.
- ધર્મકાર્યો કરવા માટે ઇચ્છા પ્રબળ બને.
મિથુન (કછઘ)
- પિતા સાથે વાદ-વિવાદ ટાળજો.
- આપ અંતરદૃષ્ટિ પણ કરજો. એટલે કે જાતતપાસ અવશ્ય કરજો.
- એલર્જીથી આપ ચેતજો. પેટ સંબંધી તકલીફ થઈ શકે છે.
કર્ક (ડહ)
- સંતાનના કાર્યમાં આપ વધુ પ્રવૃત્ત રહેશો.
- પણ, સંતાનનો એટલો સહકાર કદાચ ન મળે.
- ઘરમાં ખર્ચ કરતા પહેલા બજેટ અવશ્ય જાળવજો.
- નહીંતર જરૂર કરતા વધુ ખર્ચ થઈ જશે. અને પાછળથી પસ્તાશો.
સિંહ (મટ)
- હમણાં તો આપ બળવાન છો.
- પણ બળનો અતિરેક ન કરતા.
- હરવા ફરવાના દિવસ છે.
- કાર્ય સિદ્ધિના યોગ પણ છે.
- મૂંઝવણથી છૂટકારો મળી રહ્યો છે.
કન્યા (પઠણ)
- નવું ઘર લેવાનું વિચારો છો પણ, હમણાં ઘરમાં રીપેરીંગ કરીને ચલાવી લો.
- લોન લેવામાં આપને વિઘ્નો નડશે. માટે થોડું થોભી જજો.
તુલા (રત)
- વેપારી મિત્રોને સાનુકૂળતા.
- ફિલ્મ અને ટી.વી. ક્ષેત્રે સંકલાયેલા જાતકોને સાનુકૂળતા.
- કાર્ય અર્થે બહારગામ જવાના યોગ છે. અને સાથે સફળતા પણ દર્શાવે છે.
વૃશ્ચિક (નય)
- બે દિવસ થોડો સંયમ રાખજો.
- ભાગ્યનો સાથ હમણાં તમને ઓછો પડશે.
- ઘરમાં પણ આપે સંયમ અને શાંતિ જાળવવાની રહેશે.
ધન (ભધફઢ)
- શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભપ્રદ દિવસ છે.
- પ્રતિપક્ષનો સાથ પણ મળે.
- જમીન મકાન વેચવા માંગતા હોય તો સક્રીય થજો.
- વિદેશ યોગ પણ પ્રબળ બન્યો છે.
મકર (ખજ)
- જીવનસાથી અને ભાગીદાર વડે નૈયા પાર લાગશે.
- આપના માટે આપનો પરિવાર મદદે આવશે.
- આપનો જીવ કચવશો નહીં.
- બધુ સારું જ થવાનું છે.
કુંભ (ગશષસ)
- રાજનીતી સાથે સંકળાયેલા જાતકોને સાનુકૂળતા.
- આરોગ્યની જાળવણી વિશેષ કરજો.
- કાગળ, ટાઈલ્સ, લાકડા અને સિવિલ સપ્લાય સાથે જોડાયેલા જાતકોને સાનુકૂળતા છે.
મીન (દચઝથ)
- વાતાવરણની અસર ઝડપથી થઈ જશે. સાચવજો.
- ઊતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર.
- આ ઉક્તીને મનમાં રાખજો.
- ખૂબ ઊંડા વિચારોમાં ખોવાઈ ન જતા.
- જીવનસાથી સાથે આજે સંવાદ કરજો. કાર્યમાં સરળતા રહેશે.
જ્યોતિષાચાર્ય, અમિત ત્રિવેદી