નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, તેમણે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી નાખ્યો છે અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના સંસ્થાપકે ખુશી જાહેર કરી છે કે 10 વર્ષની અંદર તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે કહ્યુ- આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓ અને દેશવાસીઓને ખુબ-ખુબ શુભેચ્છા. તમારી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આજે ગુજરાત ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને ઘણી સીટના આવી રહ્યાં છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા મત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળ્યા છે તે પ્રમાણે કાયદાકીય રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીઓ છે, જેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તેમાં હવે આમ આદમી પાર્ટી સામેલ થઈ ગઈ છે. 


'મારૂ એક કામ કરશો', નરેન્દ્ર મોદીની અપીલ અને ગુજરાતમાં ભાજપે રચી દીધો ઈતિહાસ


કેજરીવાલે કહ્યું- ગુજરાતને એક તરફ ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેને ભેદવામાં સફળ થયા. આજે અમને લગભગ 13 ટકા મત મળ્યા છે. હજુ સુધી 39 લાખ મત મળ્યા છે અને હજુ ગણતરી ચાલી રહી છે. આ વખતે કિલો ભેદવામાં સફળ થયા, તમારા બધાના આશીર્વાદથી આગામી વખતે જીતવામાં સફળ થશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube