Somnath Bharti News:તમને જાણીને નવાઈ લાગશે પણ કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આપના ઉમેદવારને પોતાનો કિંમતી વોટ આપશે. પાર્ટીના ત્રણ વખતના ધારાસભ્ય સોમનાથ ભારતી પ્રતિષ્ઠિત નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર હશે. સોમનાથ ભારતીએ આઈઆઈટી દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે અને તે વ્યવસાયે વકીલ પણ છે. પાર્ટીએ તેમને પહેલીવાર 2013માં માલિવય નગર વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ પણ છે અહીંથી ધારાસભ્ય
આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે લોકસભા ચૂંટણી માટે દિલ્હીની ચાર અને હરિયાણાની એક બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઈન્ડિયા એલાયન્સ હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા કરાર મુજબ દિલ્હીની 7 લોકસભા સીટોમાંથી AAP ચાર અને કોંગ્રેસ ત્રણ પર ચૂંટણી લડશે. પાર્ટીએ વરિષ્ઠ નેતા સોમનાથ ભારતીને નવી દિલ્હી સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટના ધારાસભ્ય છે, તેથી લોકસભા ચૂંટણીમાં આ સીટ એમના માટે પણ ખાસ છે.


આપના છે 3 વખતના ધારાસભ્ય
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ નવી દિલ્હી લોકસભા સીટ પરના મતદાર છે. આવી સ્થિતિમાં, નવી દિલ્હી સીટ પર AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન મુજબ, આ સીટ કેજરીવાલની પાર્ટીને ગઈ છે જેના પર વકીલ અને વરિષ્ઠ નેતા સોમનાથ ભારતીને સંયુક્ત ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના ત્રણ વખતના ધારાસભ્ય સોમનાથ ભારતી પ્રતિષ્ઠિત નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર હશે.


આ પણ વાંચોઃ હિમાચલ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત, કોંગ્રેસને લાગ્યો ઝટકો


ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને હરાવી બન્યા છે ધારાસભ્ય
સોમનાથ ભારતીએ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન કિરણ વાલિયા અને ભાજપના ભૂતપૂર્વ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર આરતી મહેરાને હરાવીને ધારાસભ્યની ચૂંટણી જીતી હતી.  અરવિંદ કેજરીવાલની 49 દિવસની સરકારમાં ભારતી દિલ્હીના કાયદા પ્રધાન પણ હતા. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આ સીટ AAPને મળી છે. સ્વાભાવિક છે કે, કદાચ પહેલીવાર ગાંધી પરિવારના સભ્યો તેમના પક્ષની બહારના કોઈને મત આપશે.


આપે આજે 5 ઉમેદવારો જાહેર કર્યા
AAPએ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ સોમનાથ ભારતીને નવી દિલ્હી બેઠક પરથી, કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમારને પૂર્વ દિલ્હી બેઠક પરથી, સાહિરામ પહેલવાનને દક્ષિણ દિલ્હીથી અને પૂર્વ સાંસદ મહાબલ મિશ્રાને પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ પૂર્વ રાજ્યસભાના સભ્ય સુશીલ ગુપ્તાને હરિયાણાના કુરુક્ષેત્રથી ઉમેદવાર જાહેર કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ આ પાંચ નામોની જાહેરાત કરવામાં આવી હતી.