નવી દિલ્હીઃ Rajendra Nagar By Election Result 2022: રાજધાની દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર 23 જૂને યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠકે જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી માટે આ મોટી જીત માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11,555 મતથી જીત્યા દુર્ગેશ પાઠક
રાજેન્દ્રનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠક 11,555 મતથી ચૂંટણી જીતી ગયા છે. શરૂઆતી ગણતરીમાં આમ આદમી પાર્ટીને ભાજપે ટક્કર આપી પરંતુ ત્રણથી ચાર રાઉન્ડની ગણતરી બાદ આમ આદમી પાર્ટીએ લીડ મેળવી અને ત્યારબાદ જીત પાક્કી કરી છે. હવે રાજેન્દ્ર નગર વિધાનસભા સીટથી નવા ધારાસભ્ય દુર્ગેશ પાઠક હશે. 


Maharashtra Crisis: શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે સરકારે બળવાખોર ધારાસભ્યોને આપી Y+ કેટેગરીની સુરક્ષા


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સીટ જીતવામાં તમામ તાકાત લગાવી દીધી હતી. કેજરીવાલની સાથે ચૂંટણી પ્રચારમાં તેના તમામ મંત્રી લાગ્યા હતા. ખુદ અરવિંદ કેજરીવાલે રાજેન્દ્ર નગર વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે આ સીટ પર આમ આદમી પાર્ટીને જીત અપાવે જેથી અહીં વિકાસના કામ થઈ શકે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube