નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે. દારૂ કૌભાંડમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના દારૂ કૌભાંડની ગરમી આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી એક્સાઇઝ કેસ ચર્ચામાં આવી ગયો છે. કારણકે, આ વખતે છેક મુખ્યમંત્રી સુધી રેલો આવ્યો છે. દિલ્હીના દારૂ કૌભાંડની ગરમી આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


સિસોદિયા ઉપરાંત સંજય સિંહ પણ જેલમાં છે-
EDએ 4 ઓક્ટોબરે દારૂ નીતિ કૌભાંડમાં AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. EDની ટીમે સવારે 7 વાગે દિલ્હીમાં સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા, જે લગભગ 10 કલાક સુધી ચાલી હતી. દરોડા દરમિયાન સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે 5 ઓક્ટોબરે તેને રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને 10 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. બાદમાં આ રિમાન્ડ ફરી લંબાવવામાં આવ્યા હતા.