નવી દિલ્હી : પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા રહેલા એચએસ ફુલ્કાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અમૃતસરમાં નિરંકારી ભવનમાં થયેલા આતંકવાદી હૂમલા માટે સેનાધ્યક્ષને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, શક્યતા છે કે સેનાધ્યક્ષ વિપિન રાવતે પોતાની જ વાતને સાચી ઠેરવવા માટે આ ગ્રેનેડ હૂમલો કરાવ્યો છે. ફુલ્કા આટલે નહોતા અટક્યા, તેમણે કહક્યું કે, અમૃતસર દુર્ઘટના પાછળ સરકારનો હાથ હોઇ શકે છે. આ હુમલામાં 3 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફુલ્કાએ કહ્યું કે, પંજાબમાં પહેલા પણ સરકારો હૂમલો કરાવતી રહી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમૃતસર હૂમલા પાછળ સેનાને જ દોષીત ઠેરવી છે. તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા સેનાધ્યક્ષે પંજાબમાં અશાંતિ અને હૂમલાની વાત કરી હતી. શક્ય છે કે તેમણે પોતાની વાતને સાચી ઠેરવવા હુમલો કરાવ્યો હોય. જો કે આ નિવેદન બાદ હવે વિવાદ ચાલુ થઇ ચુક્યો છે. ભાજપે આ નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે. કોંગ્રેસનાં નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, તેઓ તે પણ જણાવે કે કઇ સરકારે કરાવ્યો હૂમલો. રાશિદ અલ્વીએ કહ્યું કે, ફુલ્કાનું આ નિવેદન બેજવાબદાર છે. 

ગત્ત વર્ષે ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. ત્યાર બાદ એચએસ ફુલ્કાને નેતા વિપક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ તેમણે આ પદ છોડી દીધું હતું. હાલમાં જ સેનાધ્યક્ષે પંજાબમાં પાકિસ્તાનનાં વધતા દખલ અને ISIના પ્રભાવો અંગે ચેતવણી આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતસરમાં ધાર્મિક સભામાં એક ગ્રેનેડ ફેંક્યો હતો. ત્રણ લોકોનાં મોત થઇ ગયા અને 10 અન્ય ઘાયલ થઇ ગયા જેમાંથી બેની હાલત ગંભીર છે. એક ગુપ્ત માહિતીમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશ એ મોહમ્મદનાં 6થી7 આતંકવાદીઓનું એક જુથ  રાજ્યમાં ખાસ કરીને ફિરોઝપુરમાં છે. આ માહિતી બાદ સમગ્ર પંજાબમાં એલર્ટ છે. ઉપરાંત રાજધાની દિલ્હી અને આસપાસનાં વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.