Delhi Politics: AAP MLA ની બેઠકમાં 8 ધારાસભ્યો ન પહોંચ્યા, સામે આવ્યું મોટું કારણ
Delhi Politics: રાજધાની દિલ્હીમાં હાલ જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવી આબકારી નીતિથી શરૂ થયેલી રાજનીતિ હવે વધુ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આપના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે તેમની પાર્ટીના 40 ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને 20 કરોડની ઓફર અપાઈ છે.
Delhi Politics: રાજધાની દિલ્હીમાં હાલ જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવી આબકારી નીતિથી શરૂ થયેલી રાજનીતિ હવે વધુ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આપના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે તેમની પાર્ટીના 40 ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને 20 કરોડની ઓફર અપાઈ છે. બીજી બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઈ શક્યો નથી.
કેટલાક ધારાસભ્યો નથી પહોંચ્યા બેઠકમાં, જાણો કારણ
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની આજે મહત્વની બેઠક થઈ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આ બેઠક યોજાઈ છે. બેઠકમાં 52 ધારાસભ્યો પહોંચ્યા છે. પાર્ટીના 8 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નથી. જેમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા હિમાચલ ગયા છે. સત્યેન્દ્ર જૈન જેલમાં છે. સ્પીકર રામ નિવાસ ગોયલ ફોરેન વિઝિટ પર છે. વિનય કુમાર અને શિવચરણ ગોયલ રાજસ્થાનમાં છે. ગુલાબ સિંહ અને મુકેશ અહલાવત ગુજરાતમાં છે. જ્યારે દિનેશ મોહનિયા દિલ્હીથી બહાર ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube