નવી દિલ્હીઃ Parineeti Chopra Raghav Chadha: છેલ્લા કેટલાક દિવસથી બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને આપ નેતા રાઘવ ચઢ્ઢાના ડેટિંગના રૂમર્સ ચર્ચામાં છે. બંને મુંબઈમાં સતત બે દિવસ લંચ અને ડિનર ડેટ પર સ્પોટ થયા હતા. ત્યારબાદ ડેટિંગના સમાચાર છવાયા હતા. તો હવે સાંસદ સંજીવ અરોડાએ બંનેને ટ્વિટર પર શુભેચ્છા આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ સંજીવ અરોડાએ પરિણીતિ અને રાઘવને આપી શુભેચ્છા
આમ આદમી પાર્ટીથી સાંસદ સંજીવ અરોડાએ પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાની તસવીરો શેર કરતા ટ્વીટમાં લખ્યું છે- હું પરીણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાને દિલથી શુભેચ્છા આપુ છું. તેની યૂનિયન પ્રેમ, ખુશી અને કમ્પેનિયનશિપની સાથે બ્લેસ રહે. મારી બેસ્ટ વિશેઝ.


'પઠાન'ની ભવ્ય સફળતા વચ્ચે શાહરૂખે પોતાને આપી 10 કરોડની લક્ઝુરિયસ ગિફ્ટ


પરિણીતિ-રાઘવને મળ્યું છે ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ
આ વર્ષે જાન્યુઆરીમાં પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાને ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સથી નવાઝવામાં આવ્યા હતા. દેશમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી યોજવામાં આવી હતી. રસપ્રદ વાત છે કે પરિણીતિએ બ્રિટનના માન્ચેસ્ટર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તો રાઘવ ચડ્ઢાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ડિગ્રી મેળવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube