નવી દિલ્હીઃ AAP National Council Meeting: આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ રવિવારે (18 ડિસેમ્બર) દિલ્હીમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. આ અધિવેશનમાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કરી પાર્ટીના વિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ કે, ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં તેમણે છેલ્લા 5થી 7 વર્ષમાં 12.30 લાખ લોકોને રોજગાર આપ્યો છે. તો પંજાબની આપ સરકાર 21 હજાર લોકોને સરકારી નોકરી આપી ચુકી છે. 


નિયતને લઈને શું બોલ્યા દિલ્હીના મુખ્યમંત્રી?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીએ દેખાડ્યું કે બેરોજગારી અને મોંઘવારીનું સમાધાન થઈ શકે છે પરંતુ તેની પાછળ સારી નિયત હોવી જોઈએ. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે આમ આદમી પાર્ટીનું વિઝન શું છે? પરંતુ મારૂ આમ આદમી પાર્ટીનું  નહીં પરંતુ આ દેશને લઈને શું વિઝન છે?


આ પણ વાંચોઃ ભારતીય નૌસેનામાં આજે જોડાશે બાહુબલી હથિયાર, જે ચીન પર કાળ બનીને ત્રાટકશે


તેમણે કહ્યું કે, આપણા દેશે આગામી 5થી 10 વર્ષમાં ક્યાં હોવું જોઈએ, અમે તેના વિશે વિચારીએ છીએ. પરંતુ આમ આદમી પાર્ટી આ દેશના વિઝનને પૂરુ કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં પર દરેક જાતિ અને ધર્મના લોકો વચ્ચે પ્રેમ હોય. જાતિ અને ધર્મના નામ પર કોઈ હિંસા ન થવી જોઈએ. 


..... તો પ્રગતિ ન કરી શકે દેશ
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો કોઈ દેશમાં લોકો એક સાથે જોડાઈને કામ ન કરે તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. દેશ 130 કરોડ લોકોના એક પરિવારની જેમ છે. જે પણ પાર્ટી કે સંસ્થા દેશના ટુકડા-ટુકડા કરવા વિશે વિચારે છે તે દેશની પ્રગતિ ઈચ્છતી નથી. તે આ દેશને 19મી સદીમાં લઈને જવા ઈચ્છે છે. 


અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમને એવો દેશ જોઈએ છે જ્યાં કોઈ ભૂખ્યું ન સૂવે અને દરેકને પૂરતી રોટલી મળે. ચાલો એક એવા ભારતની કલ્પના કરીએ જે માત્ર પોતાના દેશ માટે જ નહીં પરંતુ વિશ્વના ગરીબ દેશોને ભોજન આપવા માટે પણ સક્ષમ છે. આપણો દેશ વિશ્વમાં શિક્ષણનું હબ બનવું જોઈએ.


આ પણ વાંચોઃ જે ફિલ્મની ટિકિટ માટે થાય છે પડાપડી, એ જ ફિલ્મ જોતી વખતે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!


તેમણે કહ્યું કે આજે અમારા બાળકો યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરવા જાય છે તે શરમજનક બાબત છે. અમે એવા ભારતની કલ્પના કરીએ છીએ જ્યાં ટોચની દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે. આપણા દેશમાં બહુ ગંદી રાજનીતિ ચાલી રહી છે, જો કોઈ સંશોધનમાં આગળ વધે તો તેને પગથી ખેંચીને નીચે પાડી દે છે.


દરેક ગરીબને અમીર બનાવવાની કલ્પના
તેવા ભારતની કલ્પના કરીએ છીએ કે હું આ દેશની ગરીબીને દૂર કરવા ઈચ્છતો નથી પરંતુ દરેક ગરીબ વ્યક્તિને ધનવાન બનાવવા ઈચ્છુ છું. આ વિઝન મેળવવા માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube